Ahmedabad News/ વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ માણતા 3 યુવતી અને 2 યુવકો ઝડપાયા

વસ્ત્રાપુર પોલીસે હવે આ મામલાની વધુ તપાસ શરૂ કરી છે

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની માહિતી પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે  NRI. ફ્લેટ નંબર 301માં  દરોડો પાડ્ચાયો હતો. જ્યાં 3 યુવતીઓ અને 2 યુવકો દારૂમા મહેફિલ માણતા ઝડપાઈ ગયાહતા. આ મામલે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ 1.43 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને ખાનગી સ્ત્રોત દ્વારા જાણકારી મળી હતી કે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદેસર રીતે દારૂની પાર્ટી યોજાઈ રહી છે.

 ફ્લેટ નંબર 301માં જ્યારે પોલીસે દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી શોરગૂલ અને દારૂના ખાલી બોટલોના ઢગલા જોવા મળ્યા હતા. પોલીસે તરત જ કાર્યવાહી કરીને અંદર હાજર પાંચેય આરોપીઓને પકડી લીધા.આ ફરિયાદમાં યુવકોના નામ કલ્પિત ઠક્કર અને વિષ્ણુ ચેતન હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રણેય યુવતીઓના નામ અધિકારિક રીતે જાહેર કરવામાં આવ્યા નથી.

પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ ફલેટમાં નાઇટ પાર્ટી યોજી હતી અને તેમાં દારૂ પીવાના તથા સંગીત સાથે મહેફિલ મનાવી રહ્યા હતા.. પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂની બોટલો, સ્પીકર, ગ્લાસ, હૂકાહ, મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ ₹1.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વસ્ત્રાપુર પોલીસે હવે આ મામલાની વધુ તપાસ શરૂ કરી છે અને જો જરૂર પડશે તો ફ્લેટના માલિક સામે પણ કાર્યવાહી થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂર્વ કચ્છમાં મહિલાઓ અસુરક્ષિત, સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ

આ પણ વાંચો:કચ્છના રાપર સ્થિત ચિત્રોડા ગામમાં મતદાન સમયે બે જૂથ વચ્ચે મારામારી

આ પણ વાંચો:કચ્છમાં કુરન ગામમાં શાળા પ્રવેશોત્સવ પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલે ગ્રામસભા યોજી