Anand News/ રાહુલ ગાંધીની આણંદ મુલાકાત : પાસ ન હોવાથી ગંભીરા બ્રિજના પીડિતોને કાર્યક્રમ સ્થળેથી પોલીસે બહાર કાઢ્યા, રાહુલને જાણ થતા મળવા બોલાવ્યા

કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે.

Gujarat Top Stories

Anand News : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે આણંદની મુલાકાત લીધી હતી. સવારે વડોદરા પહોંચ્યા બાદ તેઓ રોડ મારફતે આણંદ પહોંચ્યા હતા. કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. વિઝન 2027નો રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે 26થી 28 જુલાઈ સુધી ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદના અંધારીયા ચકલા પાસે નિજાનંદ રિસોર્ટમાં શિબિરનું આયોજન કરાયું છે. જે શિબિરનું રાહુલ ગાંધીએ ઉદ્ધાટન કર્યું હતું.

આ વચ્ચે આજે ગંભીરા બ્રિજના પીડિતો પણ રાહુલ ગાંધીને મળવા આવી પહોંચ્યા હતા. જોકે, તેઓ પાસે પાસ ન હોવાથી પોલીસે કાર્યક્રમ સ્થળેથી બહાર કાઢ્યાં હતા. જેને પગલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. જોકે, આ અંગેની રાહુલ ગાંધીને જાણ થતાં જ ગંભીરા બ્રિજના પીડિતોને મળવા બોલાવ્યાં હતા.

ગંભીરા દુર્ઘટનાના મૃતકોના પરિવાર સાથે આજે રાહુલ ગાંધી મુલાકાત કરવાના છે. જે માટે મૃતકના પરિવારજનો બંધન પાર્ટીપ્લોટ ખાતે આવી પહોંચ્યા હતા અને ખુલ્લી જગ્યામાં બેસી નાસ્તો કરી રહ્યાં હતાં. દરમિયાન તેઓ પાસે પાસ ન હોવાથી પોલીસે આ તમામ પીડિત પરિવારજનોને બહાર કાઢી મુક્યાં છે. મૃતકોના પરિવારને કોંગ્રેસ પાર્ટી દ્વારા બોલાવવામાં આવ્યાં હતાં. જોકે, તેમને આઈ.ડી કાર્ડ આપ્યાં ન હતાં. કાર્ડ ન હોવાથી સુરક્ષાના કારણોસર તેમને બહાર કાઢ્યાં હોવાનું પોલીસ જણાવી રહી છે.

કોંગ્રેસ-પોલીસ વચ્ચે થયેલી રકઝક

કોંગ્રેસ- ગંભીરા બ્રિજના પીડિતો અહિં સુધી આવ્યાં છે તેઓને અંદર નથી જવા દેવામાં આવતા, તેઓને રજુઆત કરવાની છે.

પોલીસ- Z પ્લસ સિક્યુરિટી હોય તેમાં ASLમાં મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામમાં જે નક્કી કરેલા હોય તે વ્યક્તિઓ જ મળી શકે છે, ગઈકાલે તમે આ પ્રોગ્રામ ASLમાં લીધો હોત તો અમને કઈ વાંધો ન હોત.

કોંગ્રેસ- તમે અહિં રોકો છો?

પોલીસ- ગઈકાલે જ નક્કી કરાયું હતું કે, તમારા તરફથી જે કોઈના પણ પાસ ઈશ્યુ થશે તેઓને જ જવા દેવામાં આવશે.

કોંગ્રેસ- અમે એમને પાસ આપી દઈએ.

પોલીસ-નહીં નહીં.

કોંગ્રેસ- રાહુલજી નક્કી કરશે કે કોને મળવું ને કોને ન મળવું.

પોલીસ- એ કહેશે તો અમને વાંધો નથી.

કોંગ્રેસ અને પોલીસની આ રકઝક તેમજ ગંભીરા બ્રિજના પીડિતોને મળવા આવવાની જાણ થતાં જ રાહુલ ગાંધીએ તેઓને અંદર મળવા બોલાવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી બેના મોત, લોકોમાં ચિંતા

આ પણ વાંચો:રાજકોટ-જેતપુર હાઈવે બન્યો મુસીબતોનો હાઈવે, ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ

આ પણ વાંચો:રાજકોટના જસદણ તાલુકામાં વરસાદી વાતાવરણ