Bhuj News : ભુજ તાલુકા પંચાયત, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ)નો ગ્રામ સેવક દર્શન વિષ્ણુભાઈ પટેલ રૂ.40,000 ની લાંચ લેતા ACBની ટીમને હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે ટેકનીકલ આસીસ્ટન્ટ (કરાર આધારિત) વિશાલ ભરતભાઈ જોષી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કેસની વિગત મુજબ ફરીયાદીએ પ્રઘાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાની તથા તેના સંબધીઓની મકાન બનાવવા સારૂ મળવાપાત્ર સહાયની અરજી ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે કરી હતી.. જે અરજી સહાય બાબતે આ કામના ફરિયાદીએ આરોપી વિશાલ ભરતભાઈ જોષી, ટેકનીકલ આસીસ્ટન્ટ (કરાર આધારિત),ને રૂબરૂ મળતા તેઓએ આ સહાય માટે જરૂરી ટેકનીકલ કાર્યવાહી કરી આપવા સારૂ રૂ.40,000 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. ઉપરાંત આ ગેરકાયદેસર લાંચની રકમ બાબતે વિશાલ જોષીએ દર્શન વિષ્ણુભાઈ પટેલ (ગ્રામ સેવક)ને મળવા જણાવ્યું હતું.
બીજીતરફફરિયાદી ગેરકાયદેસર લાંચની રકમ આપવા માંગતા ન હોઈ તેઓએ ભુજ ACBનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ આપી હતી.. જેને આધારે તાલુકા પંચાયત કચેરી, ભુજ ખાતે ગોઠવેલ લાંચના છટકાં દરમ્યાન આરોપી વિશાલ જોષીએ ફરિયાદીને ફોન પર દર્શન પટેલને મળી આ લાંચની રકમ આપી દેવા જણાવ્યું હતું. જેમાં દર્શન પટેલ લાંચના છટકા દરમિયાન રૂ.40,000 આરોપી વિશાલ જોષી વતી માંગી ઝડપાઈ ગયો હતો. આમ બન્ને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હતો.
આ પણ વાંચો:મહીસાગરનાં લુણાવાડામાં આમચૂરનો ભાવ ગગડ્યો, ખેડૂતોને રડવાનો વારો આવ્યો
આ પણ વાંચો:મહીસાગરમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવા જતાં શિક્ષકનું મોત
આ પણ વાંચો:મહીસાગર જિલ્લામાં ડુપ્લિકેટ શિક્ષિકા શાળામાં ભણાવતા જોવા મળ્યા
