Raksha Bandhan Special/ ભાઈને આ રક્ષાબંધને ખવડાવો ઘરે બનાવેલી ચૉકલેટ, ઝટપટ થઇ જશે તૈયાર!

આજે અમે તમને ‘ચૉકલેટ વૉલનેટ ફજ’ બનાવવાની આસાન અને ઝટપટ બની જતી રેસિપી બતાવવા જઇ રહ્યાં છીએ, જે રક્ષાબંધનના તહેવારમાં પ્રેમની મીઠાશ ઘોળી દેશે.

Trending RAKSHA BANDHAN SPECIAL Rashifal Dharma & Bhakti

Raksha Bandhan 2025: ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવું મળશે કે, જેને ચૉકલેટ ખાવી પસંદ ન હોય! ચૉકલેટ એવી વસ્તુ છે કે જેને લોકો સામાન્ય દિવસોમાં ખાવાનું તો પસંદ કરે છે પરંતુ, તહેવારોમાં તો એ બહુ પ્રેમથી ખવાય છે. દિવાળી કે રક્ષાબંધન જેવા તહેવારો વખતે, બજારમાં ચૉકલેટના તૈયાર પેકેટો ઢગલાબંધ વેચાય છે. વર્ષ 2025 ની રક્ષાબંધન 9મી ઑગસ્ટે આવનાર છે, જેને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. આવા સમયે, ઘરે મીઠાઈઓ તો ઘરે બનતી જ હોય છે, પણ હવે તમે જાતે જ મસ્ત મજાની ચૉકલેટ પણ બનાવીને વાહવાહી લૂંટી શકો છો! બજારમાંથી તૈયાર પેકેટ ખરીદવાની જગ્યાએ, પોતાના હાથે બનાવેલી ચૉકલેટ ખવડાવીને ભાઈને સરપ્રાઇઝ આપી શકો છો.

આજે અમે તમને ‘ચૉકલેટ વૉલનટ ફજ’ ની સરળ અને ઝટપટ બનતી રેસિપી બતાવવા જઇ રહ્યાં છીએ, જે રક્ષાબંધનના તહેવારમાં પ્રેમની મીઠાશ ઘોળી દેશે. એ સ્વાદિષ્ટ બનશે એટલું જ નહિં પરંતુ, એમાં એક ભગિનીનો ભ્રાતૃપ્રેમ પણ છલકાતો હશે. તો ચાલો, હવે જાણીએ એની રેસિપી –

‘ચૉકલેટ વૉલનટ ફજ’ બનાવવા માટેની સામગ્રી:

15-20 અખરોટ
4 મોટી ચમચી માખણ
3/4 કપ સમારેલી ડાર્ક ચૉકલેટ
1 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
3/4 કપ છીણેલો માવો

‘ચૉકલેટ વૉલનટ ફજ’ બનાવવા માટેની રીત:

1. સૌપ્રથમ અખરોટને અધકચરાં સમારી લો.

2. હવે એક નૉન-સ્ટિક પેન ગરમ કરો. એમાં માખણ અને ડાર્ક ચૉકલેટ નાખો અને ધીમા તાપે એ પીગળે ત્યાં સુધી પકાવો.

3. જ્યારે એ સારી રીતે પીગળી જાય ત્યારે, એમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખો અને મિડિયમ ગૅસ પર 2-3 મિનિટ સુધી પકાવો.

4. હવે એમાં માવો અને સમારેલા અખરોટમાંથી અડધા ભાગના ઉમેરી દો અને સારી રીતે મિક્સ કરો, 5-6 મિનિટ સુધી પકાવો.

5. આ મિશ્રણને એક કાચના કે અન્ય વાસણમાં રેડો, બચેલા અખરોટને એની ઉપર ભભરાવો, હવે 2થી 3 કલાક સુધી એને સાઇડમાં મૂકી રાખીને જામવા દો. હવે ચોરસ ટુકડાઓમાં કાપી લો. તૈયાર છે તમારી ટેસ્ટી-ટેસ્ટી ‘ચૉકલેટ વૉલનટ ફજ’ રેસિપી!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: