Lifestyle News/ કિડનીના રોગથી પીડિત લોકો કેમ નથી પીતા નારિયેળ પાણી, શું તમે જાણો છે એનું કારણ?

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવું નારિયેળ પાણી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં, કિડનીના દર્દીને એનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

Trending Lifestyle

Lifestyle News: કેટલાય પોષક તત્વોથી ભરપૂર એવું નારિયેળ પાણી આપણી તંદુરસ્તી માટે ઘણું જ ફાયદાકારક હોય છે. અલબત્ત, કિડનીના દર્દીઓને નારિયેળ પાણી પીવાની મનાઇ હોય છે. આવો જાણીએ, શા માટે કિડનીના રોગથી પીડિત લોકોએ નારિયેળ પાણી પીવાનું ટાળવું જોઇએ?

આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગો પૈકીનું એક અંગ છે કિડની. કારણ કે, લોહીને ફિલ્ટર કરવાની સાથે-સાથે શરીરના ટૉક્સિન્સને પણ બહાર કાઢતા રહેવાનું કાર્ય એ અવિરતપણે કરે છે. હાલના સમયમાં, ઘણા લોકો કિડનીની વિવિધ સમસ્યાઓથી હેરાન-પરેશાન થઇ રહ્યાં છે ત્યારે ખાસ કરીને, કિડનીના સ્વાસ્થ્યને જાળવી રાખવું ખૂબ જ જરુરી છે. એને કાર્યક્ષમ બનાવી રાખવા માટે યોગ્ય ખાણી-પીણી પણ એટલી જ જરુરી છે, જેમાં સહેજ પણ લાપરવાહી તમારા માટે ઘાતક સિદ્ધ થઇ શકે છે! સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવું નારિયેળ પાણી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં, કિડનીના દર્દીને એનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે કિડની પેશન્ટ માટે નારિયેળ પાણી પીવાની મનાઇ કેમ હોય છે? જો તમને એ વિશે કંઇ જ ખબર નથી તો, આ લેખમાં હવે પછી જાણીશું.

કિડની પેશન્ટ શા માટે નારિયેળ પાણી ન પી શકે?

કિડનીના દર્દીઓ, એમાંયે ખાસ કરીને જેમને ક્રોનિક કિડની ડિસીઝ હોય, તેમણે નારિયેળ પાણી પીવાનું સદંતર ટાળવું જોઇએ કારણ કે, તેમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે. આમ તો નારિયેળ પાણી હાઇડ્રેટિંગ પીણું હોય છે અને એમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, પરંતુ ડૅમેજ થયેલી કિડની માટે પોટૅશિયમને પચાવવું અઘરું બની જાય છે. આને કારણે હાઇપરક્લેમિયા અર્થાત્ લોહીમાં પોટૅશિયમનું સ્તર વધી શકે છે,જે હૃદયના સ્વાસ્થ્ય માટે સમસ્યારુપ બની શકે છે.

શું છે પોટેશિયમ?

પોટેશિયમ શરીર માટે જરુરી એક એવું મિનરલ છે કે જે, ફ્લુઇડ બેલેન્સ ઉપરાંત હૃદય, મગજ તથા માંસપેશીઓની કાર્યપ્રણાલીનું સંતુલન અને જ્ઞાનતંતુઓના સંકેતોને નિયંત્રિત કરવાનું કામ કરે છે. નારિયેળ પાણીમાં પોટેશિયમ વધારે માત્રામાં હોય છે, જે ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જાળવી રાખીને કિડનીને સક્ષમ રીતે કાર્ય કરવામાં મદદગાર સાબિત થાય છે.

નોંધ – જો તમને ક્રોનિક કિડની ડિસીઝ ન હોય અને ડૉક્ટરની સલાહથી તમે નારિયેળ પાણીનું સેવન કરતા હો તો, ધ્યાન રાખવું કે અધિક માત્રામાં નારિયેળ પાણી પીવાથી શરીરના ફ્લુઇડમાં વૃદ્ધિ શકે છે જેને કારણે,અગાઉથી જ ખરાબ થયેલી કિડની પર જોર પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: