Surendranagar News/ લીંબડી-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની અડફેટે આધેડનું કરુણ મોત

મુકેશ શેઠ શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા માટે પગપાળા યાત્રા કરી રહ્યા હતા. રાત્રિના સમયે જ્યારે તેઓ છાલિયા તળાવ નજીક હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા.

Top Stories Gujarat Breaking News

Surendranagar News: લીંબડી-રાજકોટ હાઈવે પર છાલિયા તળાવ નજીક ગઈકાલે મોડી રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો, જેમાં પગપાળા શીતળા માતાજીના દર્શનાર્થે જઈ રહેલા એક આધેડનું અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યું. મૃતકની ઓળખ રતનપર ગામના રહેવાસી મુકેશ શેઠ તરીકે થઈ છે. અકસ્માત સર્જનાર વાહનચાલક ઘટના બાદ નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુકેશ શેઠ શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા માટે પગપાળા યાત્રા કરી રહ્યા હતા. રાત્રિના સમયે જ્યારે તેઓ છાલિયા તળાવ નજીક હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે મુકેશ શેઠનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત બાદ વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો, જેની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

ઘટનાની જાણ થતાં જ લીંબડી પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ સાથે, અજાણ્યા વાહનચાલકની ઓળખ કરવા અને તેને પકડવા માટે હાઈવે પરના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે. લીંબડી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગર : લીંબડીના રળોલ ગામે આગ લાગતા 3 લોકોના મોત, એક ઘાયલ

આ પણ વાંચો:સુરેન્દ્રનગરના લીંબડીમાં 181 અભયમ મહિલા ટીમ દ્વારા બાળલગ્ન અટકાવાયાં

આ પણ વાંચો:લીંબડીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયો ગુનો, સરકારી જમીન પર ગેરકાયદે કબજો