Surat News : સુરતમાં પોલીસથી બચવા જુગારીઓે નવી મોડસ ઓપરેન્ડી અજમાવી છે. જેમાં જુગારીઓ હરતા ફરતા ટેમ્પોમાં જુગાર રમતા હતા. જોકે પોલીસે સાત જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. જેમાં ઉમરા પોલીસે બાતમીના આધારે મગદલ્લા ઓવારા પાસે હરતો ફરતો ટેમ્પોમાં જુગાર રમતા 7 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ 7 ઈસમોને પાસે કુલ ₹52,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઉમરા પોલીસને મગદલ્લા ઓવારા પાસે જાહેરમાં, એક ટેમ્પોમાં કેટલાક ઈસમો મોટા પાયે જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, ઉમરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફિલ્મી ઢબે વેશપલટો કરી, સાવચેતીપૂર્વક નજર રાખી હતી.
જુગારીઓને રંગેહાથ પકડવા માટે પોલીસે યોજના બનાવી અને અચાનક દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન જુગારીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઉમરા પોલીસે ચાલાકીપૂર્વક પીછો કરીને 7 ઈસમોને ઝડપી પાડ્યા છે.
જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાયેલ ટેમ્પોને પણ પોલીસે કબજે કરી, તમામ આરોપીઓ અને મુદ્દામાલ સાથે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ઉમરા પોલીસે તમામ 7 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:ડાયરા કલાકાર દેવાયત ખવડ ઘટનાના 72 કલાક બાદ હજી પણ પોલીસ પકડથી દૂર, પોલીસ ઘરે પહોંચી
આ પણ વાંચો:દેવાયત ખવડને લાગ્યો આંચકો : કોર્ટે આરોપીના આગોતરા જામીન કર્યા મંજૂર, હવે દુશ્મન ખુલ્લેઆમ ફરી શકશે
