Surendranagar News : લીંબડી તાલુકાના નળકાંઠા જાંબુ ગામે દલિત સમાજનુ સ્મશાન ગામની બહાર આવેલુ છે. ત્યાં જવાનો રસ્તે ગામનુ રોજીંદા ઘર વપરાશના પાણી અને વરસાદના નીકાલના પાણી ફરી વળતા આખા રસ્તે ઠેર ઠેર કાદવ કીચડ અને ગોઠણ ડુબ ગંદા પાણીનુ સામ્રાજ્ય છવાયેલુ છે.

આ સમસ્યા કાંઈ ચોમાસુ પુરતી જ નથી પરંતુ આ સમસ્યા તો બારેય મહિના જોવા મળે છે.

ચોમાસુ દરમિયાન તો લોકો ને મૃતદેહ ને બીજાના ખેતરોમાં થી લઈ ને જવો પડે છે. જાંબુ ગામે દલિત સમાજના સ્મશાનના આખા રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ જોવા મળે છે.

જે માટે લોકો એ જિલ્લા કલેકટર અને સ્થાનિક પ્રાંત અધિકારીને ગામની સ્થિતિનુ જાત નિરિક્ષણ કરવા અને વહેલી તકે સ્મશાનના રસ્તાનો પ્રશ્ન હલ કરવા માટે લેખિત રજૂઆત કરી છે.
આ પણ વાંચો: સુરત (Surat) ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાકટરના 2.92 કરોડના ચીટિંગ કેસમાં સુરત કોર્ટે જામીન નામંજૂર કર્યા
આ પણ વાંચો:SURAT: સુરતમાં પહેલાં રખડતા ઢોર અને હવે કૂતરાંઓનો આતંક, 4 થી વધુ લોકો ઘાયલ
આ પણ વાંચો:Surat/ શહેરની સ્મીમર હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી આવી સામે, કોવિડ વોર્ડમાં ભરાયું પાણી
