Mehsana News : મહેસાણાના વિસનગરમાં મીરા જ્વેલર્સ દ્વારા ગ્રાહક સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં જવેલર્સના માલિક બે સગાભાઈઓએ ગ્રાહકને ચૂનો લગાવ્યો હતો. આ સ્કિમમાં મુર્તુજા પઠાણ નામની વ્યક્તિએ 21 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેમાં વધુ પૈસા કમાવાની લાલચમાં મુર્તુજા પઠાણ છેતરાઈ ગયો હતો.
આરોપી જ્વેલર્સ બંધુઓ સોના-ચાંદીના બુકીંગમાં વધુ વળતરની લાલચ આપતા હતા. આ લોભામણી સ્કિમમાં મુર્તુજાના સગા-સબંધીઓએ પણ બુકીંગ કરી રોકાણ કર્યું હતું. બાદમાં જવેલર્સ માલિકોએ રોકાણ અને નફાના રૂપિયા પરત આપ્યા ન હતા. જવેલર્સના માલિકોએ કુલ 41 લાખથી વધુનો ચૂનો લગાવ્યો હોવાનું પ્રાથમિત તપાસમાં જણાયું છે.
આરોપીઓ અલ્તાફ ચોકસી અને ઈદ્રિસ ચોકસી નામના બે ભાઈઓએ છેતરપિંડીનું આ કારસ્તાન કર્યું હતું. આ સમગ્ર મામલે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમરેલીમાં લુખ્ખા તત્વોના ત્રાસને લઈને બાવકુ ઊંધાડે હર્ષ સંઘવીને લખ્યો પત્ર
આ પણ વાંચો: અમરેલી-ધારી બ્રોડગેજ રેલવે લાઇન માટે ₹178 કરોડની મંજૂરી!
આ પણ વાંચો: અમરેલીના રાજુલામાં મળ્યો વધુ એક સિંહણનો મૃતદેહ
