Rajkot News/ રાજકોટમાં રસ્તાનો મુદ્દો રાજકીય ગરમાવો, કોંગ્રેસના તાલુકા પંચાયત સભ્યનો વીડિયો વાયરલ

વારંવાર રાજકોટ-ભાવનગર હાઇવેની ખરાબ હાલત અને સ્થાનિક રસ્તાઓના બાંધકામમાં વિલંબનો મુદ્દો સરકારી અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સમક્ષ ઉઠાવ્યો છે.જોકે, આ મેમોરેન્ડમનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News:રાજકોટ (Rakot) માં રસ્તાઓની ખરાબ હાલતનો મુદ્દો ફરી એકવાર રાજકીય ગરમાવો બન્યો છે. કોંગ્રેસ (Congress)ના તાલુકા પંચાયત સભ્ય નિશીથ ખુંટે રાજકોટ-ભાવનગર હાઇવેની દયનીય હાલત અને ખાસ કરીને સ્થાનિક રસ્તાઓના બાંધકામમાં વિલંબનો સખત વિરોધ કર્યો છે. તેમણે આ બાબતે એક વીડિયો વાયરલ કર્યો છે અને સરકારની નિષ્ફળતા પર પ્રહાર કર્યા છે, જેની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ રહી છે.

નિશીથ ખુંટે જણાવ્યું હતું કે તેમણે વારંવાર રાજકોટ-ભાવનગર હાઇવેની ખરાબ હાલત અને સ્થાનિક રસ્તાઓના બાંધકામમાં વિલંબનો મુદ્દો સરકારી અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સમક્ષ ઉઠાવ્યો છે.જોકે,આ મેમોરેન્ડમનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. ખુંટે આરોપ લગાવ્યો હતો કે, “અમે રસ્તાના બાંધકામનો શિલાન્યાસ કર્યો હતો, પરંતુ તેનું બાંધકામ હજુ શરૂ થયું નથી. આ રીતે, જનતા સાથે છેતરપિંડી થઈ રહી છે.”

[fvplayer id=”69″]

રાજકોટ-ભાવનગર હાઇવે પર ખાડા, અપૂરતી જાળવણી અને નબળી ગુણવત્તાવાળા રસ્તાઓના કારણે અકસ્માતો વધી રહ્યા છે. આ હાઇવેની દયનીય હાલતને કારણે સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ અને પસાર થતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.નિશીથ ખુંટે સ્પષ્ટપણે કહ્યું કે, “અમે ચૂંટણી દરમિયાન આંદોલન કરતા નથી. અમારો ઉદ્દેશ્ય લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો છે.” તેમણે સરકારને ચેતવણી આપી હતી કે જો રસ્તાની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં હિંસક આંદોલન કરવામાં આવશે. આ આંદોલનના ભાગ રૂપે, કેબિનેટ મંત્રીઓ અને સ્થાનિક સાંસદોના ઘરોને ઘેરવાની પણ યોજના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટની સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જન્નત મીરનો આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચો:સાવધાન! હજુ સાયબર ફ્રોડ રોકાયો નથી, રાજકોટમાં નિવૃત કલાર્ક દંપતી સાથે થઇ ₹88 લાખની ચીટિંગ!

આ પણ વાંચો:રાજકોટ : શહેરમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત