Ahmedabad News:અમદાવાદમાં (Ahmedabad) શનિવાર મોડી રાતથી વરસાદી વાતાવરણ રહ્યું છે. રાત્રે શહેરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ (Rain) પડ્યો હતો, જેના કારણે રવિવારે સવારે પણ શહેર ઠંડુ અને ભેજવાળું રહ્યું હતું. આ વરસાદથી શહેરવાસીઓને ગરમીથી રાહત મળી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
અમદાવાદના મુખ્ય વિસ્તારો જેમ કે એસ.જી. હાઇવે,નવરંગપુરા,ગોતા, જોધપુર,ચાંદલોડિયા,ન્યુ રાણીપ અને ઇસ્કોનમાં ભારે વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત શહેરના અન્ય ભાગોમાં પણ હળવો થી મધ્યમ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને એસ.જી. હાઇવે અને નવરંગપુરા જેવા વ્યસ્ત વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલો મળ્યા છે, જેના કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ સાથે શહેરમાં વાદળછાયું વાતાવરણ પણ રહેવાની સંભાવના છે. રહેવાસીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પર સાવધાની રાખવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો:આવતી કાલે નર્મદા-તાપીમાં વરસાદનું રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ
આ પણ વાંચો:પંજાબમાં ભય, દિલ્હીમાં પૂરનો ભય, યુપી, ઉત્તરાખંડ, હિમાચલમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી
