MANTAVYA Vishesh/ રમણ વોરાનો વિવાદઃ પડે છે ત્યારે બધું પડે છે તે કહેવત સાબિત થઈ

‘દુશ્મન ન કરે દોસ્તને વો જો કામ કિયા હૈ, ઉમ્ર ભર કા ગમ હમે ઇનામ દિયા હૈ’, તાજેતરમાં જમીન કૌભાંડને લઈને વિવાદમાં આવેલા ભૂતપૂર્વ ધારાસભ્ય રમણ વોરા ચોક્કસપણે આ ગીત ગાતા હશે. તેનું કારણ એ છે કે મિત્ર જ્યારે દુશ્મન બને ત્યારે શું થાય અને કેવા પરિણામ આવે તેવું ભૂતપૂર્વ ધારાસભ્ય રમણ વોરાના કિસ્સામાં જોવા મળી રહ્યું છે.

Mantavya Vishesh

‘દુશ્મન ન કરે દોસ્તને વો જો કામ કિયા હૈ, ઉમ્ર ભર કા ગમ હમે ઇનામ દિયા હૈ’, તાજેતરમાં જમીન કૌભાંડને લઈને વિવાદમાં આવેલા ભૂતપૂર્વ ધારાસભ્ય રમણ વોરા ચોક્કસપણે આ ગીત ગાતા હશે. તેનું કારણ એ છે કે મિત્ર જ્યારે દુશ્મન બને ત્યારે શું થાય અને કેવા પરિણામ આવે તેવું ભૂતપૂર્વ ધારાસભ્ય રમણ વોરાના કિસ્સામાં જોવા મળી રહ્યું છે.

રમણ વોરાની સામે તેમના જ અગાઉના મિત્ર તથા ભૂતપૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા પડ્યા છે. તેમણે ગાંધીનગર જિલ્લા કલેક્ટરની ઓફિસમાં ભૂતપૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરા ખોટા ખેડૂત સાબિત થયા છે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે.

ભૂતપૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ ગાંધીનગર જિલ્લા કલેક્ટર સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આખો કેસ 2004નો છે. તે સમયે જમીન ચાર ભાગીદારો સાથે ખરીદવામાં આવી હતી અને તેમા હું પણ હતો. તે સમયે અમે બંને મિત્રો હતા. આ ભાગીદારી 2016 સુધી રહી હતી. તેના પછી તેમણે ખેડૂતના ખોટા પ્રમાણપત્રના આધારે આ ભાગીદારી છૂટી કરાવી હતી.

આ જમીન તેમની પત્ની અને બે પુત્રોના નામે નોંધાવી હતી. તે સમયે ભાગીદારી છૂટી કરી તે સમયે કરાયેલા કરારમાં લખ્યું છે કે અમે બિનઅવેજ વગર એટલે કે નાણાકીય વળતર વગર આ ભાગીદારી છૂટી કરી રહ્યા છીએ. હવે તમે જ વિચારો કે આજના સમયમાં ભાઈ-ભાઈનું છોડતો નથી ત્યારે આવી મિલકત કોઈ શું કામ જતી કરે. પણ અમે વિશ્વાસ પર આ બધું જતુ કર્યું હતું.

તેના પછી તેમણે આ જમીન ઇડરમાં તેમના દિનેશ પટેલ મિત્રને 3.7 કરોડ રૂપિયામાં વેચી હતી. તેમના મિત્રએ જમીન ખરીદીને તેને તાત્કાલિક N.A. કરાવી હતી અને તે બંને પાછી રમણ વોરાના બંને પુત્રોને વેચી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આ જમીન વેચાણમાં બેન્કમાં દર્શાવેલા ચેકની વિગત છે. હવે જો ઇન્કમ ટેક્સ રિટર્નમાં આ બધુ બતાવાયું ન હોય તો અહીં પણ આવક કરતાં અપ્રમાણસર સંપત્તિનો કેસ બને છે. તેમની સામે ટેક્સ ચોરીનો ગુનો પણ લાગુ થાય છે.

તેમણે જે બોગસ ખેડૂતના નામે ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર મેળવ્યું હતું તે ખેડૂતે પણ બધા સમક્ષ જણાવ્યું છે કે હું પોતે રમણભાઈ રણછોડભાઈ પટેલ છું. ભૂતપૂર્વ ધારાસભ્યએ ભળતા નામનો ઉપયોગ કરીને રમણભાઈ ઇશ્વરભાઈના નામે જમીન કરાવી છે. તેમણે અહીં એવી હોંશિયારી દાખવી છે કે આ જમીન રમણભાઈ રણછોડભાઈ જ દસ્તાવેજમાં લખ્યું છે, પટેલ કે વોરા લખ્યું નથી. આ પ્રકારને ભળતા નામનો ઉપયોગ કર્યો છે.

પૂનમ મકવાણાએ જિલ્લા કલેક્ટર સમક્ષ આ કેસમાં તાત્કાલિક પગલાં લેવા અને બાકીના ખેડૂત ભાગીદારોના નામે જમીન નોંધણી કરવાની પણ માંગ કરી છે. ઉપરાંત બેન્ક અને ચેકના વ્યવહારો જો આવકવેરા રિટર્નમાં દર્શાવવામાં ન આવ્યા હોય તો તેની પણ ચકાસણી કરાવવામાં આવે તેવી માંગ કરી છે. આ જોતાં રમણ વોરા માટે આગામી દિવસો ઘણા મુશ્કેલ લાગે છે. આગામી દિવસોમાં તેમણે કાયદાકીય કાર્યવાહીઓનો સામનો કરવો પડી શકે છે.  આ આખા કેસમાં પૂનમ મકવાણાની એન્ટ્રીએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. એક સમય હતો જ્યારે પૂનમ મકવાણા અને રમણ વોરા ખાસ મિત્રો ગણાતા હતા. બંને વચ્ચે પક્ષના સભ્ય હોવા કરતાં પણ વધારે મિત્રતાનો સંબંધ હતો. હવે મામલો વણસતા આજે તે જાની દોસ્તમાંથી જાની દુશ્મન બની ગયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ

આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ

આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર