Arvalli News:અરવલ્લી (Arvalli) જિલ્લાના આંબલિયારા ગામ નજીક એક ભયાનક માર્ગ અકસ્માતની (Accidnt) ઘટના સામે આવી છે,જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યાં છે.ગતરોજ સાંજે 6 વાગ્યે આ અકસ્માત થયો હતો જેમાં પતિ, પત્ની અને તેમના પુત્ર નું મોત થયુ હતું. ઝાલોદ તાલુકાના ગવડિયા ગામના વસૈયા પરિવાર બાઇક પર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા.બાયડ-અમદાવાદ રોડ પર GEB સબસ્ટેશન નજીક વિરુદ્ધ દિશામાંથી આવતી બલેનો કાર ના ચાલકે બાઇકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા આ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અને બાઇક જોરદાર ધડાકા સાથે અથડાઈ અને તરત જ આગ લાગી ગઈ હતી.અકસ્માત બાદ, કાર રસ્તા પરથી ઉતરી ગઈ અને ખેતરમાં પડી ગઈ અને તેનો ચાલક કાર છોડીને ઘટનાસ્થળેથી ભાગી ગયો.જેમાં બાઇક ચલાવતા યોગેશ લુજાભાઇ વસૈયા નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની નીરુબેન યોગેશભાઇ વસૈયા અને પુત્ર આરવકુમાર યોગેશભાઇ વસૈયા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બંને ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.અકસ્માત બાદ પોલીસે આ ઘટનામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર કાર ચાલકને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળે મોતને કારણે તેમના ગામમાં અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: અરવલ્લીમાં સાબર ડેરીના ભાવ વધારા સામે ઉગ્ર આંદોલન, મોડાસા-નડિયાદ હાઈવે પર દૂધની નદીઓ વહી
આ પણ વાંચો: અરવલ્લીમાં પશુપાલકોનું ત્રીજા દિવસે પણ ઉગ્ર આંદોલન : દૂધ ઢોળીને વિરોધ કર્યો, તંત્રની નનામી કાઢી
