Dharma & Bhakti/ એક સદી બાદ વિશ્વકર્મા પૂજા માટે અનોખો સંયોગ, જાણો પૂજાનું મુહૂર્ત અને ઇતિહાસ…

એવી માન્યતા છે કે, રાવણની સોનાની લંકા અને શ્રીકૃષ્ણની દ્વારકા નગરીનું નિર્માણ સ્વયં વિશ્વકર્માએ કર્યું હતુ. આ જ કારણે, આ દિવસે ઓજારો તથા લોખંડની પૂજા…

Trending Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: આ વર્ષે વિશ્વકર્મા દેવની પૂજા 17 સપ્ટેમ્બરે કરવામાં આવશે. ગુજરાત (Gujarat), બિહાર (Bihar), ઉત્તરપ્રદેશ (U.P.) વગેરે ઘણા રાજ્યોમાં મનાવવામાં આવતા આ તહેવારમાં ઓજારો, લોખંડ તથા મશીનરીની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, રાવણની સોનાની લંકા અને શ્રીકૃષ્ણની દ્વારકા નગરીનું નિર્માણ સ્વયં વિશ્વકર્માએ કર્યું હતુ. આ જ કારણે, આ દિવસે ઓજારો તથા લોખંડની પૂજા કરવાનું અતિ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ધંધા-વ્યવસાયમાં પ્રગતિ થાય છે એવી ધાર્મિક માન્યતા છે.

ગુજરાતમાં વિશ્વકર્મા મંદિરો આવેલા છે પરંતુ, ઘણી જ સીમિત સંખ્યામાં છે. આ મંદિરો પૈકીનું એક ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલું  વિશ્વકર્મા મંદિર ઐતિહાસિક દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે. ખેડા જિલ્લામાં ડાકોર ખાતે આવેલું આ મંદિર લગભગ 100 વર્ષ જૂનું છે અને લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલું છે. આ મંદિરમાં  સ્થાપિત ભગવાન વિશ્વકર્માની પ્રતિમા આરસપહાણમાંથી કંડારવામાં આવેલી છે.

વિશ્વકર્મા પૂજાનું શુભ મુહૂર્ત

પંચાંગ મુજબ, 17મી સપ્ટેમ્બરે (17 September) સવારે 8 વાગીને 12 મિનિટે સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ થશે. આ મુહૂર્ત (Mahurat) વિશ્વકર્માની પૂજા માટે ઉત્તમ રહેશે.

આ શુભ મુહૂર્ત સવારે 8 વાગીને 15 મિનિટથી લઇને બપોરે 12 વાગીને 50 મિનિટ સુધી વિદ્યમાન રહેશે.

100 વર્ષ બાદ વિશેષ સંયોગ

આ વર્ષે પૂરા સો વર્ષ (100 Years) અર્થાત્ એક સદી (A Century) પછી અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, ગુરુ પુષ્ય યોગ, શિવયોગ અને એકાદશીનો શુભ સંયોગ એક જ દિવસે થવા જઇ રહ્યો છે. આ અદભૂત યોગમાં પૂજા (Puja) કરવાથી અનેકગણા ફળની પ્રાપ્તિ થઇ શકશે.

વિશ્વકર્મા પૂજાનો ઇતિહાસ

આ પૂજા શ્રમદાન કરનારા મનુષ્યો (Workers) સાથે સંકળાયેલી પૂજા ગણાય છે. આમાં કારીગરો, શિલ્પીઓ, ઈજનેરો તથા ટેકનિકલ કામ સાથે સંકળાયેલા લોકો (Craftsmen, Sculptors, Engineers) માટે પણ આ દિવસ વિશેષ મહત્તા ધરાવે છે.

પૌરાણિક માન્યતા શું છે?

હિન્દુ ધર્મગ્રંથોમાં ભગવાન વિશ્વકર્મા (Lord Vishwakarma)ને સૃષ્ટિના પ્રથમ વાસ્તુકાર (First Architect) અને દૈવ શિલ્પકાર તરીકે વર્ણવ્યા છે. તેઓ નિર્માણ અને ટેકનિકલ કળાઓના દેવતા મનાય છે. એવી માન્યતા છે કે, એમણે રાવણની સ્વર્ણ લંકા (Lanka), પાંડવોનું ઇન્દ્રપ્રસ્થ (Indraprastha), શ્રીકૃષ્ણની દ્વારિકા નગરી (Dwarika), ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર, ભગવાન શિવનું ત્રિશૂળ તથા સ્વર્ગલોકમાં ઈન્દ્રદેવનો પ્રાસાદ (Indra Palace)વગેરે ભવ્યાતિભવ્ય નિર્માણ કર્યું હતું.

આજના સમયમાં કારખાના અને વર્કશોપ (Factory and Workshop), ઓફિસ તથા વિવિધ વાહનોના માલિક પણ પોત-પોતાના ઉપકરણોની પૂજા કરે છે. આ એક શ્રદ્ધા અને આસ્થા સાથે જ નહિં પરંતુ, મહેનતકશ અને કૌશલ્ય ધરાવતા લોકોના સન્માનનું પણ પ્રતીક છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…

આ પણ વાંચો:

આ પણ વાંચો: