Gujarat News: હવામાન વિભાગ(IMD) દ્વારા કરાઇ આગાહીમાં વરસાદ તહેવારના દિવસોમાં ભૂકકા બોલાવશે. આગામી 7 દિવસ રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદી આગાહી જાહેર કરાઇ છે. હવામાન વિભાગ(IMD)અનુસાર તારીખ 19 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની બેટિંગ સતત ધમધમાવશે..
હવામાન વિભાગ (IMD)અનેક જિલ્લા અને વિસ્તારોમાં વરસાદના છૂટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે, જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વધુ અસર થશે, જ્યારે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગ (IMD)દ્વારા 17 જિલ્લામાં જારી કરાયું છે યલો એલર્ટ…
[fvplayer id=”116″]
હવામાન વિભાગ(IMD)ની કડક સૂચના
હવામાન વિભાગે(IMD)ખેડૂતો અને નાગરિકોને ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં અચાનક ભારે છાંટા પડી શકે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પાકને નુકસાન ન થાય તે માટે તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે.
અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં વરસાદ પડતા ટ્રાફિક જામ અને પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ગાંધીનગરમાં પણ વરસાદના કારણે સરકારી કાર્યક્રમો અને નાગરિકોના દૈનિક જીવન પર અસર થવાની શક્યતા છે.
તહેવારો પર અસર
નવરાત્રી નજીક આવી રહી છે. જો વરસાદ ચાલુ રહેશે તો ખેલૈયાઓની મજા બગડી શકે છે. આયોજકોને પણ તૈયારીમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ગુજરાતમાં “વરસાદનો છેલ્લો રાઉન્ડ” કહેવાતા આ સિસ્ટમથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ફરી છાંટા વરસશે. હવામાન વિભાગ(IMD)ની આગાહીને ધ્યાનમાં રાખી નાગરિકો તથા ખેડૂતો સાવચેતી રાખે તે જરૂરી છે.
આ પણ વાંચોઃGujarat News/સમગ્ર ગુજરાતને વિદાય પહેલા ભીંજવશે વરસાદ, તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આ પણ વાંચોઃgujarat weather news/આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચોઃGujarat Weather/ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, નવરાત્રીમાં મજા બગાડશે મેઘરાજા
