Himmatnagar News : હિંમતનગરમાં બનેલા એક ચોંકાવનારા બનાવમાં 15 વર્ષીય કિશોરીનું હાર્ટ એટેકથી મોત થયું છે. નાની વયે અચાનક આવેલા હાર્ટ એટેકના બનાવે હિંમતનગરમાં લોકોની ચિંતા વધારી દીધી છે. હિંમતનગરની રાજવી દવે નામની 15 વર્ષની નાની દીકરીને હાર્ટ એટેક આવ્યો હતો. તેને તત્કાળ ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી પણ હોસ્પિટલમાં પહોંચતા જ તબીબે તેને મૃત જાહેર કરી હતી.
આ બનાવની મુજબ આ કિશોરી બાથરુમમાંથી નાહીને બહાર આવ્યા બાદ અચાનક જ ઢળી પડી હતી જેથી તેના પરિવારામાં દોડધામ મચી ગઇ હતી પણ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ તેનુ નિધન થયું હતું.
નાની વયે જ દિકરીના હાર્ટ એટેકથી મોતના સમાચારથી પરિવારમાં શોક ફરી વળ્યો હતો. નાની વયે કિશોરીને હાર્ટ આવતા હિંમતનગરમાં સમાચાર પ્રસરી ગયા હતા અને લોકોમાં દુઃખની લાગણી પ્રસરી ગઇ હતી.હાલના સમયમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે જેથી આરોગ્ય બાબતે લોકોમાં ચિંતાની સાથે અનેક સવાલો પણ ઉભા થયા છે.
આ પણ વાંચો:હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસને વેચી દીધુઃ રેશ્મા પટેલ
આ પણ વાંચો:ધરપકડનું વોરંટ નીકળતા હાર્દિક પટેલના બદલાયા તેવર
આ પણ વાંચો:બે દિવસમાં કોર્ટે બીજું વોરંટ જારી કર્યું, નિકોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો
