Ahmedabad News: આ વખતે ચોમાસુ જાણે એવું જામી પડ્યું છે કે જવાનું નામ જ લેતુ નથી. ગુજરાતમાં થોડા ડ્રાય સ્પેલને બાદ કરતાં આખા ગુજરાતને ચોમાસાએ પાણીથી તરબતર કરી દીધું લાગે છે. નવરાત્રિ આવીને ગઈ, પરંતુ ચોમાસુ જવાનું નામ લેતું નથી.
હવે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ ફરીથી ત્રાટક્યા છે. તેમણે દિવાળી સુધીમાં એટલે કે આસો મહિનામાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. આ વરસાદનું કારણ ગુજરાતના દરિયાકાંઠાની નજીક સર્જાયેલું શક્તિ વાવાઝોડું છે. આ વાવાઝોડાના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન સાથે તો વરસાદ પડશે, પરંતુ છેક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ વરસાદ તરબોળ કરી દેશે. અંબાલાલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડશે તેવી આગાહી કરી છે. આમ દિવાળી સુધી વરસાદ જારી રહેશે.
તેમણે જણાવ્યું હતું કે છઠ્ઠીથી દસ ઓક્ટોબર સુધી વરસાદ રહેશે. આનો પુરાવો આપતા હોય તેમ રવિવાર રાતથી જ હવામાન પલટાવા માંડ્યુ હતુ અને રવિવારે રાત્રે ભારે વરસાદ થયો હતો. અંબાલાલે ચેતવણી આપી હતી કે આ પાંચ દિવસ સુધી દરિયાખેડુઓએ દરિયો ખેડવા ન જવુ. તેમણે આગામી બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી હતી.
તેમણે ઉમેર્યુ હતું કે શક્તિ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. આ ઉપરાંત દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાં પણ વરસાદ થશે. આ વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થવાની સંભાવના છે. તેમનો દાવો છે કે સદનસીબે શક્તિ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે નહી. શક્તિ વાવાઝોડું યુ ટર્ન લેશે, તેની સીધી અસર ગુજરાતમાં થશે. વાવાઝોડું જેમ-જેમ દરિયાકાંઠાની નજીક આવશે તેમ-તેમ તેની સ્પીડ ઘટશે.
આ પણ વાંચો: Gujarat News/નવરાત્રી દરમ્યાન કડાકા ભડાકા સાથે વરસાદ આવશે : અંબાલાલ પટેલ
આ પણ વાંચો: Gandhinagar News/અંબાલાલ પટેલની વધુ એક આગાહી :આગામી 48 કલાક ગુજરાત માટે ભારે
આ પણ વાંચો: Gujarat News/અંબાલાલ પટેલની “અનરાધાર” વરસાદની આગાહી
