Junagadh News/ ચંદનના વૃક્ષોની ચોરી કરતા શખ્સની વન વિભાગે ધરપકડ કરી

વન વિભાગની ટીમે મુદ્દામાલ સાથે ચોરને ઝડપી પાડ્યો છે

Gujarat Others

Junagadh News : જૂનાગઢ વન વિભાગ હેઠળના ડુંગર દક્ષિણ રેન્જના ખોડિયાર રાઉન્ડમાં આવતા દાતાર સીડીની આજુબાજુના અભ્યારણ્ય વિસ્તારમાંથી ચંદનના વૃક્ષોની ચોરી કરતા ઈસમોને પકડવામાં વન વિભાગને મોટી સફળતા મળી છે. વન વિભાગની ટીમે મુદ્દામાલ સાથે ચોરને ઝડપી પાડ્યો છે અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.​છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારમાં સ્ટાફ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી. ગત તારીખ 05-10-2025ના રોજ ચંદનના ઝાડ કાપવાના ઈરાદે આવેલા કેટલાક અજાણ્યા ઈસમો સીડીની આજુબાજુ નજરે પડ્યા હતા.

સ્ટાફને આ ઈસમો ધ્યાને આવતા તેમનો પીછો કરવામાં આવ્યો હતો. આખરે, ઈસમો ભવનાથ પાંચ નાકા પાસેથી બહાર નીકળતા જ સ્ટાફે કાર્યવાહી કરી હતી. જેમાં એક ઈસમને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક ઈસમ ભાગી છૂટ્યો હતો. પકડાયેલા ઈસમની પૂછપરછ કરતા તેનું નામ વિરમારામ મોતીરામ કલાવા (રહે. સાટીયાખેડી, તા. ગોગુંદા, જી. ઉદયપુર, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું. તેણે કબૂલ્યું હતું કે તેઓ કુલ 5 શખ્સની ટોળકીમાં હતા, જેમાંથી બાકીના 3 ઈસમો મજેવડી ખાતે તેમની રાહ જોઈ રહ્યા હતા.

જૂનાગઢથી ઉદયપુર જવા માટે આ ત્રણ સાથીદારો મજેવડી સક્કરબાગ રોડ પર આવેલા રાજ ગુરુ ટ્રાવેલ્સની બસમાં જવાની યોજના હતી. આ માહિતીના આધારે વન વિભાગે ટ્રાવેલ્સ ઓફિસનો સંપર્ક કર્યો, પરંતુ ઉદયપુર જતી બસ રવાના થઈ ચૂકી હતી. બસના ડ્રાઈવર સાથે વાતચીત કરીને તાત્કાલિક બસનો પીછો કરાયો હતો. બસને જેતપુરથી આગળ રોકીને તપાસ કરવામાં આવતા ચંદનનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જોકે એક પણ આરોપી હાજર નહોતો.

તપાસ દરમિયાન અભ્યારણ્ય વિસ્તારમાંથી કુલ 4 ચંદનના વૃક્ષો કપાયેલા જોવા મળ્યા હતા. હાલમાં, ACFના માર્ગદર્શન હેઠળ બાકીના ફરાર ઈસમોની શોધખોળ માટે જેતપુર, ગોંડલ અને રાજકોટ ખાતે સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat News/ડિંગુચા કેસમાં હર્ષ પટેલ ઉર્ફે ડર્ટી હેરીને 20 વર્ષની સજાની ભલામણ

આ પણ વાંચો: American dream/અમેરિકન કોર્ટે ડિંગુચાના કુટુંબના મોતમાં ડર્ટી હેરી અને સ્ટીવન શેન્ડને દોષિત ઠેરવ્યા

આ પણ વાંચો:ઇસબગુલ ખરીદી બંધ, GST સ્પષ્ટતા વગર વેપારીઓનો મોટો નિર્ણય, ખેડૂતોમાં ચિંતા વધારી…