Panchmahal News : હાલોલના ચંદ્રપુરા વિસ્તારમાં આવેલા એમ.જી. મોટર્સના સ્ક્રેપ વેન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગની જાણ થતાં જ હાલોલ નગરપાલિકાની ત્રણ ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. એમ.જી મોટર્સ કંપનીનું ગોડાઉન ચારે બાજુથી બંધ હોવાના કારણે જેસીબી મશીન દ્વારા દિવાલ તોડીને ફાયર બ્રિગેડની ટીમને અંદર જવાનો રસ્તો કરવામાં આવી રહ્યો છે.
હાલોલ નગરપાલિકાના ફાયર ઓફિસર ઉત્સવસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આગ વિકરાળ હોવાના કારણે હાલ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને તમામ ફાયરની ટીમ દ્વારા આગને કાબુ લેવાના સતત પ્રયાસ ચાલુ રહ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, ગોડાઉનમાં પ્લાસ્ટિક, લેધર અને લાકડાનો મોટો જથ્થો સંગ્રહાયેલો હતો, જેના કારણે આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાને પગલે ચંદ્રપુરા વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તે કાબૂમાં આવી ન હતી. પરિણામે, આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી ફાયર ટીમોને બોલાવવાની ફરજ પડી હતી.
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું.આગને કાબૂમાં લેવા માટે હાલોલ, કાલોલ, ગોધરા, જીએફએલ કંપની, એલેમ્બિક અને પોલીકેબ સહિતના અનેક એકમોમાંથી ફાયર ટીમોને બોલાવવામાં આવી હતી. હાલ ફાયર બ્રિગેડની ટીમો પાણીનો સતત મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના સઘન પ્રયાસો કરી રહી છે.
હાલોલના ચંદ્રપુરા વિસ્તારમાં આવેલા મ સ્ક્રેપ વેન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગની જાણ થતાં જ હાલોલ નગરપાલિકાની ત્રણ ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. એમ.જી મોટર્સ કંપનીનું ગોડાઉન ચારે બાજુથી બંધ હોવાના કારણે જેસીબી મશીન દ્વારા દિવાલ તોડીને ફાયર બ્રિગેડની ટીમને અંદર જવાનો રસ્તો કરવામાં આવી રહ્યો છે.હાલોલ નગરપાલિકાના ફાયર ઓફિસર ઉત્સવસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આગ વિકરાળ હોવાના કારણે હાલ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને તમામ ફાયરની ટીમ દ્વારા આગને કાબુ લેવાના સતત પ્રયાસ ચાલુ રહ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, ગોડાઉનમાં પ્લાસ્ટિક, લેધર અને લાકડાનો મોટો જથ્થો સંગ્રહાયેલો હતો, જેના કારણે આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાને પગલે ચંદ્રપુરા વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તે કાબૂમાં આવી ન હતી. પરિણામે, આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી ફાયર ટીમોને બોલાવવાની ફરજ પડી હતી.
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું.આગને કાબૂમાં લેવા માટે હાલોલ, કાલોલ, ગોધરા, જીએફએલ કંપની, એલેમ્બિક અને પોલીકેબ સહિતના અનેક એકમોમાંથી ફાયર ટીમોને બોલાવવામાં આવી હતી. હાલ ફાયર બ્રિગેડની ટીમો પાણીનો સતત મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના સઘન પ્રયાસો કરી રહી છે.
આ પણ વાંચો:વડોદરામાં નિવૃત PSI એ નશાની હાલતમાં કર્યો અકસ્માત
આ પણ વાંચો:ડીસા-પાલનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં બેના મોત, ટેલર-ટ્રક પલટ્યા
આ પણ વાંચો:અરવલ્લીમાં બે જુદાં-જુદાં માર્ગ અકસ્માતમાં પાંચના મોત