Dharma & Bhakti/ દિવાળીના શુભ પાવન તહેવારે જાણો શ્રી રામના પ્રેરણાદાયી કથન…નવ વર્ષથી ઉઘડી જશે ભાગ્ય..!

પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા નથી બનતી પણ જ્યારે આપણે એ નથી જાણતા કે, સંજોગો સામે કેમ લડવું ત્યારે વાસ્તવિક સમસ્યા ઉત્પન્ન થાય છે…

Trending festival Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: દિવાળીનું પર્વ અસત્ય પર સત્યનો વિજય, તમસ્ પર ઉજાસના વર્ચસ્વ અને અશુભ પર શુભત્વના વિજયનું પ્રતીક છે. સમગ્ર દેશભરમાં એને ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. અયોદ્યાવાસીઓ દ્વારા આ પ્રકાશ પર્વની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ત્યારથી આ પરંપરાની શરુઆત થઇ. આજે આ પાવન પર્વ નિમિત્તે ભગવાન રામના મોટીવેશનલ ક્વૉટ્સ (Motivational Quotes) દ્વારા આપણા સૌના જીવનની સાફલ્યગાથાનો પ્રારંભ થાય એવી શુભકામનાઓ…

દિવાળી મનાવવાનો પ્રારંભ ક્યારથી થયો?

હિન્દુ સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દીવડાંથી ઝગમગતી દિવાળી..! આ દિવસે ભગવાન શ્રી રામ (Shree Ram) લંકાપતિ રાવણ (Ravan)નો વધ કરીને અયોદ્યા (Ayodhya) પરત ફર્યા હતા. આથી આનંદ-ઉલ્લાસને દર્શાવવા માટે પ્રજાજનોએ પોત-પોતાના ઘર અને નગરની સાજ-સજ્જા કરી અને દીવડાં (Lamps) પ્રગટાવ્યાં. અહિંથી દિવાળીના તહેવાર (Diwali Festival)નો પ્રારંભ થયો. આજના શુભ પ્રસંગે જાણીએ પ્રભુ શ્રી રામના કેટલાક પ્રેરણાદાયી વચનો…

પ્રભુ શ્રી રામના પ્રેરણાદાયી વચનો

1. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા નથી બનતી પણ જ્યારે આપણે એ નથી જાણતા કે, સંજોગો સામે કેમ લડવું ત્યારે વાસ્તવિક સમસ્યા (Problem) ઉત્પન્ન થાય છે.

2. ક્રોધ આપણો શત્રુ છે અને એ આપણા જીવનનો નાશ કરવા એકલો જ સક્ષમ છે. ક્રોધ (Anger)નો ચહેરો મિત્ર સમાન લાગે છે પણ હકીકતમાં એ આપણો શત્રુ છે આથી એના પર સદૈવ કાબૂ રાખવો જોઇએ.

3. જે વ્યક્તિ પરહિત ઇચ્છે છે અને સદાય અન્યની મદદ (Help) કરવા માટે તત્પર રહે છે એના માટે આ સંપૂર્ણ સંસારમાં કોઇ જ કાર્ય અસંભવ નથી.

4. ચરિત્રહીન (Characterless) વ્યક્તિ સાથે મિત્રતા કરવાથી બચવું જોઇએ, કારણ કે ચારિત્ર્યહીન મનુષ્યની દોસ્તી (Friendship) એવા પાણીના ટીપાં સમાન છે જે કમળ પર રહેવા છતાં ટકતું નથી!

5. પ્રત્યેક વ્યક્તિએ પોતાનાથી મોટા હોય એની વાત હંમેશાં માનવી જોઇએ અને પોતાનાથી નાનાંને પ્રેમપૂર્વક મળવું જોઇએ. કોઇ પણ રીતે પોતાના વડીલો (Elders)ની અવહેલના કરવી જોઇએ નહિં.

6. તમને જેવું પણ જીવન મળ્યું છે એે સારી રીતે જીવવું જોઇએ કારણ કે, જીવનનો અંત આણવો એ સારી વાત નથી પરંતુ સુખ અને આનંદ તો જીવન (Life) જીવવાથી જ પ્રાપ્ત થાય છે.

7. લોભ અને આડંબર અર્થાત્ દેખાડો (Show-off) કરવાથી મનુષ્યે હંમેશાં બચવું જોઇએ.

8. અહંકાર (Ego)નો ત્યાગ કરીને લોકો સાથે વર્તવું જોઇએ, આમ કરવાથી લોકો તમારી સાથે જોડાયેલા રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઘરે ગુલાબજાંબુ બનાવો, દિવાળીમાં મહેમાનોનું સ્વાગત રસીલી મીઠાઇથી કરો..! આ રહી રેસિપી…

આ પણ વાંચો: દિવાળીએ આ રેસિપીથી રસઝરતાં, પોચાં અને સ્વાદિષ્ટ માલપુઆ બનાવો, આ ટ્રિક અજમાવો…

આ પણ વાંચો: દિવાળીએ ઘરે જ બનાવો ટેસ્ટી-હૅલ્ધી કરારા મગ દાળ સમોસા, ફટાફટ રેસિપી..!