Gir Somnath News: વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ગીર સોમનાથ (Gir-Somnath)ના વરસાદથી અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.
કમોસમી વરસાદથી ઉભી થયેલી નુકસાનની પરિસ્થિતિ અંગે મંત્રીઓએ ખેતરમાં જઈને નિરીક્ષણ કર્યું હતુ. સાંસદ રાજેશ ચુડાસમા (Rajesh Chudasama) સહિતના અગ્રણીઓ પણ આ મુલાકાતમાં જોડાયા હતા.
ગીર સોમનાથમાં વરસાદની સ્થિતિને અનુલક્ષીને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhvadia) અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા (Dr. Pradhyumn Vaja)એ વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લીધી હતી અને ખેડૂતો (Farmers) સાથે બેઠક યોજી નુકસાની અંગેનો ચિતાર મેળવ્યો હતો.
કમોસમી વરસાદથી ઉભી થયેલી નુકસાનની પરિસ્થિતિ અંગે ખેતરમાં જઈ નિરીક્ષણ કર્યું
મંત્રીઓએ તાત્કાલિક અસરથી જિલ્લામાં પહોંચીને જિલ્લાના સૂત્રાપાડા અને કોડિનાર તાલુકાના પણાદર, પીપળી, છારા, કડોદરા, આલીદર, ડોળાસા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ખેડૂતો સાથે સંવાદ સાધી ખેતરમાં થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
[fvplayer id=”213″]
ગોઠણ સમા પાણીમાં ઉતરી ખેડૂતોને હૈયાધારણ આપતા મંત્રીઓ
ગોઠણ સમા પાણીમાં કાદવ-કીચડ વચ્ચે પણ ખેતરમાં જઈ મંત્રીઓએ પલળેલી મગફળી (Peanut Crop) હાથમાં લઈ નિરીક્ષણ કરી વાતાવરણમાં આવેલા પલટાથી થયેલાં નુકસાનની પરિસ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો.
ખેડૂતોએ મંત્રીઓ સમક્ષ ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનું ઉત્પાદન, કમોસમી વરસાદ (Unseasonal Rain)ને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને અનુલક્ષી ઝડપથી સર્વે કરવા, આર્થિક સહાય આપવા તેમજ સત્વરે ખેડૂતલક્ષી પેકેજ જાહેર થાય તે માટેની રજૂઆતો કરી હતી.
મંત્રીઓએ ખેડૂતો વતી સરકારમાં રજૂઆત કરી અને અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે સર્વે થાય એ દિશામાં કામગીરી કરવા માટે ખાતરી આપી હતી.
સાંસદ રાજેશ ચુડાસમા સહિતના અગ્રણીઓ પણ આ મુલાકાતમાં જોડાયા
આ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર, ધારાસભ્યો ભગવાન બારડ, કાળુ રાઠોડ, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, પૂર્વ સાંસદ દીનુ સોલંકી, સંજય પરમાર, શિવા સોલંકી સહિતના અગ્રણીઓ, ખેતીવાડી, આત્મા પ્રોજેક્ટ, બાગાયત વિભાગના અધિકારીઓ, આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ઉભા પાક ને નુકશાન
આ પણ વાંચો:અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, મોડી રાતથી શરૂ થયો વરસાદ
આ પણ વાંચો:આ તારીખો નોંધી લેજો! અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની ચેતવણી!
