Ahmedabad News/ ધોળકા તાલુકાના વૌઠાના મેળામાં રાઈટસ ને મંજુરી મળતા રસિકોમાં ઉત્સાહ

મેળાના પ્રારંભે વરસાદને કારણે કાદવ અને કીચડની સમસ્યા ઊભી થઈ હતી

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામે ગુજરાતના સૌથી મોટા અને સુપ્રસિદ્ધ વૌઠા લોકમેળામાં ચોથા દિવસે અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો છે. મેળાના શરૂઆતના દિવસે કમોસમી વરસાદે વિઘ્ન ઊભું કર્યું હોવા છતાં, વૌઠા ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટી તંત્રના યુદ્ધના ધોરણે કરેલા પ્રયાસોથી મેળો સરસ રીતે ચાલી રહ્યો છે. ખાસ કરીને 16 રાઇડ્સને મંજૂરી મળતાં મેળાના રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

મેળાના પ્રારંભે વરસાદને કારણે કાદવ અને કીચડની સમસ્યા ઊભી થઈ હતી, જેના કારણે મેળા માણવા આવતા લોકો અને વેપારીઓને હાલાકી પડી રહી હતી. પરંતુ ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરીને કાદવ-કીચડ અને પાણીને દૂર કરવાની કામગીરી હાથ ધરી. વરસાદ વિરામ લેતાં જ મોટી સંખ્યામાં લોકો મેળો માણવા પહોંચી રહ્યા છે. આ વર્ષે મેળામાં લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને વૌઠા ગ્રામ પંચાયતે પાંચ કરોડ રૂપિયાનો વીમો લીધો છે. તેમજ, સુરક્ષા માટે ૧૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

મેળામાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને નિયંત્રિત કરવા માટે પોલીસ તંત્ર ખડેપગે છે. ખાસ ટ્રાફિક વ્યવસ્થા હેઠળ, પોલીસ અધિકારીઓ અને જવાનો સતત કાર્યરત છે. મેળાના બંદોબસ્તમાં DYSP 1, PI 8, PSI 26, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ 334, ઘોડેસવાર 6, હોમગાર્ડ 426, GRD 452 અને SRP 57 સહિત કુલ 1302 પોલીસ કર્મચારીઓ જોડાયા છે. આ વ્યાપક સુરક્ષા વ્યવસ્થાથી મેળા માણવા આવતા લોકોને વધુ આરામ અને સુરક્ષા મળી રહી છે.

લોકોને મેળા સુધી સરળતાથી પહોંચાડવા માટે ધોળકા એસટી બસ વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે. કલિકુંડ અને નવા બસ સ્ટેન્ડ માઘિયા પાસે સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, જ્યાં કુલ 357 બસો દોડાવવામાં આવશે. તેમાં તેરસના દિવસે 111, ચૌદસના દિવસે 121 અને પૂનમના દિવસે 126બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાઇડ્સને મંજૂરી મળતાં મેળાનું આકર્ષણ વધ્યું છે. મેળા માણવા આવતા લોકો, ખાસ કરીને યુવાનો અને બાળકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વૌઠા ગ્રામ પંચાયતના આ પ્રયાસોથી મેળો વરસાદના વિઘ્ન વચ્ચે પણ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.આ મેળો ગુજરાતની સાંસ્કૃતિક અને પરંપરાગત વારસાનું પ્રતીક છે, અને આ વર્ષે તેની વ્યવસ્થા અને સુરક્ષા વધુ મજબૂત બની છે. મેળાના આયોજકોને આશા છે કે આગામી દિવસોમાં વધુ ભીડ જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ : પૂર્વઝોનની ટીમ એટલાન્ટિસ સાઇટ સીલ કરવા પહોંચી

આ પણ વાંચો:અમદાવાદમાં ફરી એકવાર BRTS બસની અડફેડે યુવાનનું મોત

આ પણ વાંચો:અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં થશે મેઘ મહેર, આવતીકાલથી રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી થશે