MANTAVYA Vishesh/ ગુજરાતમાં છે 60 લાખ શંકાસ્પદ મતદારો ?

ચૂંટણીપંચની આખા દેશમાં મતદારયાદી સુધારણા ઝુંબેશ હેઠળ ગુજરાતમાં પણ આ કાર્યક્રમનો પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લી 2024ની ચૂંટણી મુજબ ગુજરાતમાં કુલ 5.03 કરોડ મતદારો હતા. હવે નવી યાદીમાં દસ લાખ નવા મતદારો ઉમેરાઈ શકે છે અને 20 લાખ જેટલા મતદારો બાદ થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં 60 લાખ જેટલા શંકાસ્પદ મતદારો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Mantavya Vishesh

ચૂંટણીપંચની આખા દેશમાં મતદારયાદી સુધારણા ઝુંબેશ હેઠળ ગુજરાતમાં પણ આ કાર્યક્રમનો પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લી 2024ની ચૂંટણી મુજબ ગુજરાતમાં કુલ 5.03 કરોડ મતદારો હતા. હવે નવી યાદીમાં દસ લાખ નવા મતદારો ઉમેરાઈ શકે છે અને 20 લાખ જેટલા મતદારો બાદ થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં 60 લાખ જેટલા શંકાસ્પદ મતદારો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ચૂંટણીપંચના માથે હવે મોટી જવાબદારી છે કે તે આ બાબત પાછળની હકીકતને સ્વીકારે. તાજેતરમાં જ અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં મુસ્લિમ મતદારોના નામને લઈને આધારકાર્ડથી લઈને મતદાર ઓળખપત્ર બની ગયા હોવાનું સામે આવ્યું હતું. હવે તેની જ્યારે વાસ્તવિકતાના ધોરણે ચકાસણી કરવામાં આવી તો આવા હજારો લોકો તે મતદારયાદીમાં દર્શાવેલા સરનામે રહેતાં જ ન હતા. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમને તો આવી કોઈ ખબર જ નથી. આ બાબત બતાવે છે કે આ પ્રકારના મતદાર ઓળખપત્રો બની કઈ રીતે ગયા. ચૂંટણીપંચે આ રીતે બનેલા મતદારો ઓળખપત્રો નાબૂદ કરવાની કાર્યવાહી પણ આ મતદારયાદીની સુધારણાની સાથે-સાથે કરવી પડે તેમ છે.

હવે ગુજરાતમાં 60 લાખ શંકાસ્પદ મતદારો હોય તો તે ગુજરાતની વસ્તીનો 10 ટકા હિસ્સો થયો. હવે ચૂંટણીમાં વિજય અને પરાજયનું માર્જિન આટલામાં જ આવી જાય છે. આ દસ ટકાનો ફરક આખી સરકાર બદલી શકે છે. આ તો થઈ ફક્ત ગુજરાતની જ વાત આવા તો દેશમાં કેટલાય રાજ્યો છે. જ્યાં આ પ્રકારના બોગસ મતદારો હોઈ શકે છે. તેમાં બે પ્રકારની સંભાવના છે. એક તો આ મતદારો બોગસ છે અને બીજું તે ઘૂસણખોરો છે. આ સિવાય બીજી કોઈ સંભાવના રહેતી નથી.

રાજકીય પક્ષો પોતાની સત્તા જાળવી રાખવા માટે બોગસ મતદાનને હંમેશા પ્રોત્સાહિત કરતાં હોય છે. આના પગલે બોગસ મતદારો મોટા પ્રમાણમાં મતદાર યાદીમાં ચઢી જતાં હોય છે. જો કે ગુજરાતના જે મૂળ મતદારો છે તેમણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 2002ની ચૂંટણીમાં મતદાન કર્યું હોય તેવા લોકોને પંચ આપમેળે આ યાદીમાં સામેલ કરી દેશે. તેમણે એકાદ કે બે વસ્તુને બાદ કરતાં બીજા કોઈ પુરાવા આપવા નહીં પડે.

આ ઉપરાંત ગુજરાતમાં કેટલાય લોકોએ બીજા રાજ્યમાંથી આવીને વસવાટ કર્યો હોય છે. તેઓના 18 વર્ષ થઈ ગયા હોય તો તેઓ તેમના વસવાટના પુરાવા આપીને ગુજરાતમાં મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે. ગુજરાતમાં આખી કામગીરી મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લાના નેજા હેઠળ થઈ રહી છે.

તેમણે જણાવ્યું હતું કે 2002માં મતદાર હોય, પરંતુ તેનું નામ મતદારયાદીમાં ન હોય તો તેણે તમારી સાથે લોહીનો સંબંધ ધરાવતી અને 2002ની મતદાર યાદીમાં હોય તેવી વ્યક્તિની વિગતો આપવી પડશે. તેમા જ મોટાભાગના લોકોનું નામ મળી જશે. આમા પણ જો કોઈનું નામ ન મળે તો કોઈપણ દસ્તાવેજથી તેનું નામ નોંધાઈ શકશે. જો કોઈ પુરાવા ન આપી શકે, લિંકેજ ન આપી શકે તો પછી તેનું નામ મતદારયાદીમાં ચઢતું નથી. આ રીતે ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતી વ્યક્તિનું નામ યાદીમાંથી બાકાત થઈ શકે.

આ મતદારયાદી સુધારણા પ્રક્રિયામાં બીએલઓ તમારા ઘેર સુધી આવશે અને બધી વિગતો ભરીને લઈ જશે. તેમા ફોન નંબરનો પણ સમાવેશ થાય છે. તેના પછી 9મી ડિસેમ્બરે ડ્રાફ્ટ લિસ્ટ જારી થશે. તેના પછી જે લોકોના નામ આ યાદીમાં કમી થયા છે તેના દાવા અમારા પ્રાંત ઓફિસર ચેક કરશે અને ચકાસણી કર્યા પછી તે યોગ્ય હશે તો તેનું નામ મતદાર યાદીમાં દાખલ કરાશે. તેના પછી સાતમી ફેબ્રુઆરીના રોજ અંતિમ મતદાર યાદી બહાર પાડવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન જો કોઈ વ્યક્તિ દેશમાં ન હોય અથવા તો વિદેશ ભણવા ગયો હોય તો તે આખી આ પ્રક્રિયા ઓનલાઇન પણ કરી શકે છે. તે ચાર ડિસેમ્બર પહેલા તેની પ્રક્રિયા ઓનલાઇન પૂરી કરી શકે છે. આમ કરશે તો તેનું નામ પણ મતદાર યાદીમાં હશે.. તેમણે જણાવ્યું હતું કે આટલી મોટી કવાયત હોય તો ક્યાંકને ક્યાંક ભૂલ થવી સ્વાભાવિક છે, બધુ કર્યા પછી પણ ખરેખર મતદાર હોય અને તેનું નામ મતદાર યાદીમાં ચઢ્યું ન હોય તો તે ફોર્મ નંબર  6,7 અને 8 ભરીને તેનું નામ મતદાર યાદીમાં ઉમેરાવી શકે છે.

આ આખી કવાયતનો હેતુ બોગસ મતદારો, મતદારોનું ડુપ્લિકેશન, ગેરકાયદે વસવાટ કરીને ખોટી રીતે ચૂંટણી કાર્ડ મેળવીને મતદાર બની ગયેલા મતદારોને દૂર કરવાનું છે. જો ગુજરાતમાં આ કવાયત માનવામાં આવે છે તે રીતે હાથ ધરવામાં આવે તો 60 લાખ શંકાસ્પદ મતદારોના નામ કમી દૂર થઈ શકે છે. આમ થાય તો આશ્ચર્ય પણ નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય

આ પણ વાંચો: કેબિનેટ પછી હવે શાસક પક્ષના માળખામાં થશે ફેરફાર કે સાફસૂફી!

આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!