Ahmedabad News/ અમદાવાદના ન્યુ મણિનગરમાં બાળકને શ્વાને બાળક પર હુમલો કરતાં માલિક સામે કેસ નોંધાયો

અમદાવાદના ન્યુ મણિનગર વિસ્તારમાં ડ્યુન રિવેરા સ્કૂલ પાસે શરણમ એલિગન્સમાં એક પાલતુ જર્મન શેફર્ડે બે બાળકો પર હુમલો કર્યો. બ્લોકના પાર્કિંગમાંથી મહિલા કૂતરાને લઈ જઈ રહી હતી ત્યારે બે બાળકે કૂતરાને જોયો અને ભાગી ગયા.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદના ન્યુ મણિનગર વિસ્તારમાં ડ્યુન રિવેરા સ્કૂલ પાસે શરણમ એલિગન્સમાં એક પાલતુ જર્મન શેફર્ડે બે બાળકો પર હુમલો કર્યો. બ્લોકના પાર્કિંગમાંથી મહિલા કૂતરાને લઈ જઈ રહી હતી ત્યારે બે બાળકે કૂતરાને જોયો અને ભાગી ગયા. બાળકોને દોડતા જોઈને કૂતરો પણ બાળકોની પાછળ દોડ્યો. એક બાળક પડી ગયું અને કૂતરાએ તેને બચકું ભરી લીધું બંને ઘાયલ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાના પગલે બાળકના માબાપે સ્થાનિક રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં જર્મન શેફર્ડના માલિક સામે કેસ નોંધાયો છે. પોલીસ અને કોર્પોરેશન બંને તેની સામે કાર્યવાહી કરશે.  નોંધનીય છે કે છ મહિના પહેલા, હાથીજણ વિસ્તારમાં રોટવીલર દ્વારા હુમલો કરવામાં આવતા ચાર મહિનાની બાળકીનું મૃત્યુ થયું હતું.

અમદાવાદના ન્યુ મણિનગર વિસ્તારમાં કર્ણાવતી રિવેરા ફ્લેટ નજીક શરણમ એલિગન્સમાં 45 વર્ષીય ભાઈનો છ વર્ષનો પુત્ર પાંચ નવેમ્બરના રોજ બપોરે એક વાગ્યાની આસપાસ નીચે પાર્કિંગમાં રમી રહ્યો હતો, ત્યારે તે જ ફ્લેટમાં વસતા સંગીતાબેન વાણીયાર તેમના પાલતુ કૂતરા, જર્મન શેફર્ડ સાથે નીચે ચાલી રહ્યા હતા. આ દરમિયાન, છ વર્ષનો છોકરો પાર્કિંગમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે જર્મન શેફર્ડે અચાનક બાળક પર હુમલો કર્યો, તેને ડરાવી દીધો અને બાળક ભાગતો હતો ત્યારે તેને કરડ્યો. કૂતરાના હુમલાથી બાળકના દાંત તૂટી ગયા.

બાળક ખૂબ જ ડરી ગયો અને તરત જ નીચે પડી ગયો. તે ઊભો થયો અને તેની માતાને કહ્યું. બાળકના પિતાને આ વાતની જાણ થતાં, તે પણ તરત જ ઘરે પાછો ફર્યો. ત્યારબાદ, બાળકના પિતાને ખબર પડી કે સોસાયટીમાં રહેતા બીજા બાળકને પણ કૂતરાએ કરડ્યો છે. બંને બાળકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. તે જ ફ્લેટમાં રહેતા બે બાળકોને કૂતરાએ કરડ્યો હતો.

છોકરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એક જર્મન શેફર્ડ કૂતરાએ એક બાળકને તેના જમણા પગની જાંઘ પર અને બીજાને તેના જમણા હાથની આંગળીઓ પર કરડ્યો હતો. આમ પાલતુ જર્મન શેફર્ડ કૂતરા સાથે પાર્કિંગમાં ફરતી મહિલાના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. બાળકના પિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: Ahmedabad Flower Show/‘Ahmedabad Flower Show’માં જવું મોંઘુ થશે, ટિકિટ દરોમાં વધારો

આ પણ વાંચો: Ahmedabad city/Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર

આ પણ વાંચો: Navratri 2024/ખેલૈયાઓ માટે આનંદના સમાચારઃ નવરાત્રિમાં રાત્રે બે વાગ્યા સુધી Ahmedabad Metro દોડી શકે