Vadodara News/ વડોદરામાં ફરી એક બેફામ ટેમ્પો ચાલકે સર્જ્યો અકસ્માત, બે લોકોને લીધા અડફેટે

વડોદરા મહાનગર પાલિકાના ડોર-ટુ-ડોર કચરા કલેક્શનનું ટેમ્પો ચલાવતો ચાલક દારૂના નશામાં એટલો બેફામ બન્યો હતો કે તેણે રોડ પર ઉભેલા બે યુવાનોને સીધા અડફેટે લઈ લીધા હતા.

Top Stories Gujarat Vadodara Breaking News

vadodara News: વડોદરા શહેરના હરણી-વારસિયા રીંગ રોડ પર કિશનવાડી પાસે મંગળવારે રાત્રે 9:30 વાગ્યે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. વડોદરા (Vadodra) મહાનગર પાલિકાના ડોર-ટુ-ડોર કચરા કલેક્શનનું ટેમ્પો ચલાવતો ચાલક દારૂના નશામાં એટલો બેફામ બન્યો હતો કે તેણે રોડ પર ઉભેલા બે યુવાનોને સીધા અડફેટે લઈ લીધા હતા.

ટક્કરની અસર એટલી ભયાનક હતી કે બંને યુવાનો રોડ પર ફંગોળાઈ ગયા અને તેમની પાછળ રોડ કિનારે પાર્ક કરેલા બીજા ટેમ્પોને પણ જોરદાર ધક્કો મારતો આગળ નીકળી ગયો, જેના કારણે પાર્ક કરેલો ટેમ્પો ઘણે દૂર સુધી ઢસડાઈ ગયો હતો.આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે જેમાં આ અકસ્માત દેખાઈ રહ્યો છે, જેમાં ટેમ્પોની પૂરપાટ સ્પીડ અને ચાલકની બેદરકારી સાફ દેખાઈ રહી છે.

અકસ્માત બાદ આસપાસના વિસ્તારના લોકોનું ટોળું એકઠું થઈ ગયું. ગુસ્સે ભરાયેલા લોકોએ ટેમ્પો ચાલકને ગાડીમાંથી બહાર કાઢીને જમાવટ કરી હતી. સ્થાનિક લોકોએ તુરંત પાણીગેટ પોલીસ સ્ટેશનને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ચાલક હજુ પણ નશામાં હતો. તેની કેબિનમાંથી દેશી દારૂની અડધી પી ગયેલી પોટલી પણ મળી આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરાના કરજણના લીલોડ ગામે ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત

આ પણ વાંચો:વડોદરામાં સર્જાયો અકસ્માત,કાર ચાલકે ટુ-વ્હીલરને ઉછાળ્યો હવામાં

આ પણ વાંચો:વડોદરામાં અકોટાની હોટલમાં રિસેપ્શનિસ્ટને અમદાવાદના યુવકે મારી થપ્પડ, CCTVમાં કેદ થયો આરોપી