Gujarat News : એકતરફ સિંગતેલની નવી આવક થઈ રહી છે ત્યારે બીજીકરફ સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. જેમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 210 રૂપિયા વધી ગયો છે. સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની આવક વચ્ચે સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે.
જેમાં 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ 2625 પર પહોંચી ગયો છે. જ્યારે ઓર્ગેનિક અને ઘાણીનું સિંગતેલ 3000 રૂપિયા પ્રતિ ડબ્બાના ભાવે પહોંચ્યું છે.
