Rajkot News/ રાજકોટમાં જમીન પચાવી પાડવામાં 3 મહિનામાં 181 ફરિયાદ,પ્રોપર્ટી હડપવાના કિસ્સા વધ્યા

રાજકોટ જિલ્લા કલેકટર સામે છેલ્લા ત્રણ માસના જમીન પચાવી પાડવાના 181 ફરિયાદો થઈ હોવાનું સામે આવ્યું છે.

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટને રંગીલું પણ કહેવાય છે જે ક્રાઇમમાં પણ પવન વેગે વધે છે. તેની સાથે સ્પર્ધામાં જમીન પચાવી પાડવાના કિસ્સાઓ પણ વધ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર (Rajkot District Collector) સામે છેલ્લા ત્રણ માસના જમીન પચાવી પાડવાના 181 ફરિયાદો થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 118 કેસો તપાસ કર્યા વગર પડતાં મુક્વામાં આવ્યા છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી

તેમજ જમીન અને મિલકત સંબંધિત ગુનાઓ પણ વધી રહ્યા છે. જોકે, સરકારી તંત્રની બેદરકારીને કારણે જમીન અને મિલકત પચાવી પાડવાનો ગ્રાફ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 90 દિવસમાં, જમીન કે પ્રોપર્ટી પચાવી પાડવા અંગે જિલ્લા કલેક્ટર (District Collector) સમક્ષ 181 ફરિયાદો નોંધાઈ છે. આમ, રાજકોટમાં દરરોજ સરેરાશ બે ફરિયાદો નોંધાય છે. તેની સરખામણીમાં, નિરાકરણની પ્રક્રિયા અત્યંત ધીમી છે. આ મહિને, જમીન પચાવી પાડવાની સમિતિએ લાંબા સમયગાળા પછી થયેલ બેઠકમાં ફક્ત બે કેસમાં પોલીસ ફરિયાદો દાખલ કરવાનો નિર્ણય લીધો.

ત્રણ કેસમાં પોલીસ ફરિયાદો

ઓગસ્ટની બેઠકમાં કુલ 63 કેસ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી બે રાજકોટ શહેરના અને એક ગ્રામ્ય વિસ્તારના હતા. ત્રણ કેસમાં પોલીસ ફરિયાદો દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ, સપ્ટેમ્બરની બેઠકમાં 60 કેસ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી કોઈમાં ફરિયાદ નોંધાઈ ન હતી.

બેઠકમાં ફક્ત બે કેસમાં પોલીસ ફરિયાદો દાખલ કરવાનો નિર્ણય

નવેમ્બરમાં યોજાયેલી બેઠકમાં સમિતિ સમક્ષ કુલ 58 ફરિયાદો રજૂ કરવામાં આવી હતી, જેમાંથી રાજકોટ શહેરમાંથી 2 કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 19 કેસનો ઉકેલ લાવવામાં આવ્યો છે અને 36 ફરિયાદો દૂર કરવામાં આવી છે, જ્યારે 1 કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યો છે.

ઘણી ફરિયાદો અને ધીમી ગતિની કાર્યવાહી

છેલ્લા 3 મહિનામાં, કુલ 181 કેસમાંથી, 118 કેસ સરકારી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે, અને તપાસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સમિતિ પાસે ઘણી ફરિયાદો છે, પરંતુ કોઈ કાર્યવાહી ન થતી હોવાની ચર્ચા વેગ પકડી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં પાટીદાર પરિવારના મિલકતનો વિવાદ : ટીવી કલાકાર ક્રિસ્ટીના પટેલના કાકાએ તમામ આરોપો ફગાવ્યા

આ પણ વાંચો:જામનગરમાં NRIની કરોડો રૂપિયાની જમીન પચાવી પડાઈ

આ પણ વાંચો:મહેસાણામાં જમીન પચાવી પાડવાના કાવતરાનો પર્દાફાશ