Hyderabad News/ હૈદરાબાદમાં નર્સરીની બાળકી સાથે નિર્દયતા, સ્કૂલ અટેન્ડન્ટે તેના વાળ ખેંચ્યા, જમીન પર પછાડી અને પગથી કચડી

હૈદરાબાદમાં એક ખાનગી સ્કૂલમાં મહિલા અટેન્ડન્ટે બાળકીને જમીન પર બેરહેમીથી મારતી, ધક્કો મારતી અને લાત મારતી જોઈ શકાય છે.

NATIONAL India Trending
હૈદરાબાદમાં નર્સરીની બાળકી સાથે નિર્દયતા

Hyderabad News: હૈદરાબાદ ની એક ખાનગી શાળામાં નર્સરી માં બાળકીને માર મારવામાં આવી રહ્યો હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. આમાં એક મહિલા અટેન્ડન્ટે બાળકી ને જમીન પર બેરહેમીથી મારતી, ધક્કો મારતી અને લાત મારતી જોઈ શકાય છે. પોલીસે આરોપી અટેન્ડન્ટેને કસ્ટડીમાં લીધી છે અને આ મામલાની તપાસ કરી રહી છે.

હૈદરાબાદમાં ખાનગી શાળામાં નર્સરીની બાળકી સાથે નિર્દયતા 

સૂત્રો અનુસાર આ ઘટના શનિવારની છે. ફરિયાદ મુજબ, આરોપી મહિ-લા બાળ-કી ને વોશરૂમમાં લઈ ગઈ હતી. મહિલા અટેન્ડન્ટેએ બાળકી પર અનેક વખત હુમલો કર્યો હતો અને એક સમયે તેને કચડી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. મહિલા દ્વારા મારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં મહિ-લા અટેન્ડન્ટ બાળકી ને મારતી, જમીન પર ધક્કો મારતી અને ગળું દબાવતી પણ જોવા મળી હતી. આરોપીની ઓળખ લક્ષ્મી તરીકે થઈ છે. નર્સરી સ્કૂલની નજીક એક વ્યક્તિએ વિડીયોમાં કેદ થયું છે.

હૈદરાબાદ-માં ખાનગી શાળાની  બેદરકારીથી બાળકીની તબિયત લથડી 

બાળકી ની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ, શરીર પર ઘણા ઈજાના નિશાન સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાની પહેલી સાંજથી બાળકી એ કંઈ ખાધું ન હતું અને ખૂબ જ નબળી દેખાતી હતી. માર માર્યા બાદ જ્યારે બાળકી ની તબિયત બગડી, ત્યારે પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને તેની તપાસ કરી. ડોક્ટરોએ કહ્યું કે બાળકી ના શરીર પર ઘણા ઈજાના નિશાન હતા, જે ગંભીર શારીરિક હિંસા તરફ ઈશારો કરે છે.

મહિલા અટેન્ડન્ટ દ્વારા કચડાયેલ બાળકી
મહિલા અટેન્ડન્ટ દ્વારા કચડાયેલ બાળકી

હૈદરાબાદ માં ખાનગી શાળા બાળકી સાથે નિર્દયતાની જાણ અને ફરિયાદ 

હૈદરાબાદ માં વિડીયો જોયા પછી, બાળ-કીના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરોપી મહિલા એટેન્ડન્ટે  માત્ર બાળકીને માર જ નહી, પરંતુ તેને ત્રાસ પણ આપી રહી હતી. આ બાદ, પોલીસે મહિલાને કસ્ટડીમાં લીધી અને તેની પૂછપરછ શરૂ કરી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી મહિ-લા સામે કેસ નોંધવામાં આવ્યો છે.

હૈદરાબાદ ખાનગી શાળામાં પોલીસ કાર્યવાહી

પોલીસે રવિવારે જણાવ્યું હતું કે શાળા બંધ થયા પછી હુમલો થયો હતો, જ્યારે બાળકી ની માતા, જે તે જ શાળામાં બસ કંડક્ટર તરીકે કામ કરે છે, બાળકોને છોડવા ગઈ હતી. તે સમયે, તેની પુત્રી શાળા પરિસરમાં હતી.

જેડી મેટલાના પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, આરોપી અને બાળ-કી ની માતા વચ્ચેના સંબંધો સારા નહોતા. લક્ષ્મીને એ પણ ડર હતો કે બાળકી ની માતા તેની નોકરી લઈ શકે છે કારણ કે તે એક યુવાન અને નવી સ્ટાફ સભ્ય હતી. પોલીસે એમ પણ કહ્યું કે અત્યાર સુધી કોઈ અન્ય માતાએ આવી ઘટના અંગે ફરિયાદ કરી નથી, અને આ કેસ એક અલગ ઘટના લાગે છે.

હૈદરાબાદ ખાનગી શાળા પાસેથી શિક્ષણ વિભાગે રિપોર્ટ માંગ્યો

શિક્ષણ વિભાગે શાળા મેનેજમેન્ટ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. શિક્ષણ વિભાગે સંકેત આપ્યો છે કે જો બેદરકારી સાબિત થશે તો શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બાળકી હાલમાં સારવાર હેઠળ છે અને પોલીસ મહિ-લા આરોપીઓની પૂછપરછ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શાળાના ચોથા માળેથી કૂદીને 9 વર્ષના વિદ્યાર્થીનીનું થયું મોત

આ પણ વાંચો:નવસારીમાં શિક્ષકે વિદ્યાર્થીને સાત તમાચા માર્યા, પૂછ્યું કે શું તેને ઈર્ષ્યા થઈ રહી છે

આ પણ વાંચો:ખંભાતમાં 75 વર્ષીય શિક્ષક દ્વારા શાળાની બાળાઓ સાથે અડપલાં