Gujarat News/ ગુજરાત પોલીસની ભરતી અંગે સૌથી મોટા સમાચાર, આ દિવસે લેવાશે શારીરિક પરીક્ષા

પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. જેના કારણે પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો પાસે શારીરિક કસોટીની તૈયારી માટે એક મહિના કરતાં ઓછો સમય બચ્યો છે.

Top Stories Gujarat Breaking News
ગુજરાત પોલીસ

Gujarat News:ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતી માટે શારીરિક કસોટી જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં યોજાશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ અંગેની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. જેના કારણે પોલીસ ભરતીની (Police recruitment) તૈયારી કરતાં ઉમેદવારો પાસે શારીરિક કસોટીની (Physical test) તૈયારી માટે એક મહિના કરતાં ઓછો સમય બચ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઉમેદવારો 3 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર 2025 દરમિયાન પોલીસ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આ અંગેની વિગતવાર જાહેરાતો/સૂચના 3 ડિસેમ્બર, 2025 ના રોજ https://ojas.gujarat.gov.in પર પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી માટે અરજીઓ https://ojas.gujarat.gov.in પર ઓનલાઈન સબમિટ કરવાની રહેશે.

પોલીસ

ગુજરાત પોલીસ ખાલી જગ્યાઓની વિગતો 

 બિન હથિયારી PSI – 659

હથિયારી  PSI – 129

 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 6942

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 2458

હથિયારી  પોલીસ કોન્સ્ટેબલ (SRPF) – 3002

જેલ સિપાહી (પુરુષ) – 300

જેલ સિપાહી (મહિલા) – 31

કુલ ખાલી જગ્યાઓ: 12,733

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુવાનોનું ‘ખાખી’ પહેરવાનું સપનું થશે પૂર્ણ, ગુજરાત પોલીસમાં 13,591 પોસ્ટ પર ભરતી