Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Surat News/ સુરતમાં ત્રણ લોકો સામે ED દ્વારા કરાઇ કાર્યવાહી, નોટબંધી વખતે 60 કરોડ જમા કરાવ્યા

ઇડીને ગુજરાતી થાળી માફક આવી ગઈ લાગે છે. વારંવાર ગુજરાતમાં પડતા દરોડા જાણે આ વાતની સાબિતી છે. તેની સાથે તે પણ પુરાવો છે કે આ દાળભાતીયા કહેવાતા ગુજરાતીઓ કરોડોનું કરી નાખવાની પણ તાકાત ધરાવે છે. તેમની આ ક્ષમતા ઇડીને સતત વ્યસ્ત રાખે છે. તેના ભાગરુપે ઇડીએ ગુજરાતમાં સુરતમાં વધુ એક દરોડો પાડ્યો છે.

December 11, 2025jani
Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં ત્રણ લોકો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કાર્યવાહી કરી છે. આ લોકોએ નોટબંધી વખતે બેન્કમાં 60 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. બોગસ પુરાવાના આધારે બે બેન્ક ખાતા ખોલાવીને ખેલ કર્યો હતો. મહર્ષિ ચોક્કસી, હિમાંશુ શાહ અને સુનિલ રૂપાણી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

કેસમાં ઇડી દ્વારા 2.06 કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે. અગાઉ ગાંધીનગરમાં સીબીઆઈ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. ત્રણેયે નીરવ એન્ડ કંપનીના નામે બોગસ ખાતુ ખોલાવ્યું હતું. બે બોગસ ખાતામાં જૂની નોટો જમા કરાવવામાં આવી હતી.

નીરવ શાહ એન્ડ કંપનીના ખાતામાં 36.17 કરોડની નોટો જમા કરાવવામાં આવી હતી. આર. આર ટ્રેડર્સના ખાતામાં પણ 34.35 કરોડની જૂની નોટો જમા કરાવવામાં આવી હતી. બંને બેન્ક ખાતા બોગસ પુરાવાના આધારે ખોલાવીને કાળાધોળાનો ખેલ કરાયો હતો.

ઇડીના આ સપાટાના પગલે સુરતમાં નોટબંધી દરમિયાન આ રીતે રકમ જમા કરાવનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. નોટબંધી દરમિયાન ઘણા લોકોએ બોગસ બેન્ક ખાતા ખોલાવીને તેમની બિનહિસાબી રકમ જમા કરાવી હતી.

આ તો હજી એક જ બેન્ક ખાતાની વાત થઈ છે. ઇડીને શંકા છે કે ગુજરાતમાં ઘણી બધી કંપનીઓએ નોટબંધી દરમિયાન કોઈને કોઈ રીતનો ઉપયોગ કરીને આ રીતે તેમના નાણા છૂપાવ્યા હોઈ શકે છે. આમ કરચોરીનો વધુ એક કિસ્સો સામે આવવાની તૈયારીમાં છે. ઇડીએ નોટબંધીને લગભગ નવ વર્ષ થયા પછી પણ તેમા મોટાપાયે અને અયોગ્ય રીતે બ્લેક માર્કેટનું ધન જમા કરાવનારાઓ સામે કાર્યવાહી આદરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતનાં 100 કરોડના સાયબર સ્કેમની તપાસમાં SOG બાદ ED પણ જોડાઈ

આ પણ વાંચો: EDનું અમદાવાદમાં સર્ચ, સાયબર ફ્રોડ કેસમાં તપાસ કરવામાં આવી

આ પણ વાંચો: અમદાવાદમાં કાચની મસ્જિદ વક્ફ ટ્રસ્ટ કેસમાં આરોપીને ત્યાં EDની રેડ, 10 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન

Post navigation

માત્ર 1 ચમચી ઘીમાં બાઉલ ભરીને મખાના શેકવાની સરળ ટિપ્સ, ક્રંચી, હૅલ્ધી અને ટેસ્ટી રેસિપી…!
અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં યોજાશે ફ્લાવર શો, જોવા મળશે વિવિધ તહેવારોની ઝલક

More Posts

Ahmedabad/ ગોકળગાય ગતિએ મગફળીની ખરીદી: ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

January 21, 2025January 21, 2025Yogesh Vaghela
Valsad Leapord Attack

Leopard Attack in Valsad/  વલસાડમાં દીપડાનો ડર, ખેતરમાંથી નીકળી ઘરમાં ઘુસી બે મહિલાઓ પર કર્યો હુમલો, હોસ્પિટલમાં દાખલ

July 3, 2023khusbu pandya
ઓર્ગેનિક

ઓર્ગેનિક ખેતી/ જેલમાં પણ ખેતી? જામનગર જીલ્લા જેલમાં ઓર્ગેનિક શાકભાજીની ખેતી

September 2, 2022September 2, 2022Maya Sindhav

Rohit Sharma/ વૂડના સુપર ફાસ્ટ બોલને રોહિત શર્માએ સુપર ફાસ્ટ સ્પીડે સીધો સ્ટેન્ડમાં મોકલ્યો

March 8, 2024jani

Not Set/ નિર્ભયા કેસ/ શું ફરી અટકશે ફાંસી ??? ફરી બે દોષિત કોર્ટમાં પહોંંચ્યા

January 25, 2020Bhavesh Vyas

Gift City news/ નાણા મંત્રાલયે લીધો મહત્વનો નિર્ણય, ગિફ્ટ સિટીને થશે ફાયદો

August 31, 2024August 31, 2024jani

Adani/ હિંડનબર્ગના ખુલાસાના 100 દિવસ બાદ અદાણી ગ્રુપ માટે આવ્યા આ સારા સમાચાર,જાણો

May 8, 2023May 8, 2023garima rao

NEET exam/ ખડગેએ NEET પરીક્ષામાં SC-નિરીક્ષિત તપાસની માંગ કરી

June 13, 2024Nikunj Patel

Not Set/ સાંઈ જન્મભૂમિ અંગે ઉદ્ધવ ઠાકરેનાં નિવેદન પર હોબાળો, શિરડી બંધનું એલાન

January 17, 2020Bhavesh Vyas

Not Set/ અમદાવાદના રહીશો પાણીથી પરેશાન, ઝોનલ ઓફીસ ખાતે માટલા ફોડી કર્યો વિરોધ

May 24, 2018May 25, 2018Nirmal Acharya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy