Gujarat Weather:ગુજરાત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી રહ્યું છે. પૂર્વ દિશાથી આવતા ઠંડા પવનોને કારણે સવાર અને રાત્રિ દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. જોકે, પશ્ચિમી વિક્ષેપના પ્રભાવથી બપોર દરમિયાન તાપમાનમાં વધારો થઈ શકે છે, જેનાથી ઠંડીથી થોડી રાહત મળી શકે છે.
ઠંડીમાં થયો વધારો
ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું હતું, જ્યાં ગઈકાલે રાત્રે પારો ઘટીને 9.8 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો હતો. અન્ય મોટા શહેરોમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે.
જેમાં નલિયામાં 9.8,અમરેલીમાં 10.8,કંડલામાં 11.5,વડોદરામાં 12.2,કેશોદમાં 12.4,મહુવામાં 12.6,રાજકોટમાં 12.8,ગાંધીનગરમાં 13.0,ડીસામાં 13.3,પોરબંદરમાં 13.4,સુરતમાં 13.8,અમદાવાદમાં 14.0,ભુજ 14.4, અને ભાવનગરમાં 14.8 તાપમાન નોંધાયું છે.
રાજ્યભરમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતા લોકોને ગરમ કપડાંનો સહારો લેવો પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઠંડા પવનોની અસર હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો:ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર, રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી
