Surat News : હની ટ્રેપ તથા ખોટી પોલીસની ઓળખ તથા બળજબરીથી કઢાવી લેવાના ગુનામાં ઝડપથી જામીન આપવા સુરત ગ્રામ્યના કિમ પોલીસ સ્ટેશનના Police Inspector પ્રવીણસિંહ હરનાથસિંહ જાડેજાના કહેવાથી રૂ.3,00,000 ની લાંચ લેતા વકીલ ચિરાગ રમણીકભાઈ ગોંડલીયાની એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ધરપકડ કરી હતી.

કીમ પોલીસ સ્ટેશનમાંગુનો નોંધાયો હતો
આ કેસની વિગત મુજબ ફરિયાદીના ભાઈ પર કીમ પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય ખાતે Honeytrap તથા ખોટી પોલીસની ઓળખ તથા બળજબરીથી કઢાવી લેવા અંગેનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં ફરિયાદીના ભાઈને ગુનામાં ગુજસીટોકની કલમનો ઉમેરો ન કરવા તેમજ કલમો ઘટાડવા માટે તેમજ ઝડપી જામીન આપવા સારું આરોપી ચિરાગ ગોંડલીયા મારફતે આરોપી પ્રવિણસિંહ જાડેજાએ રૂ.10,00,000 ની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે રૂ.3,00,000 લેવાનું નક્કી થયું હતું.
પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં જ લાંચ લીધી
જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય, અમદાવાદ શહેર ACB પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી. જેને આધારે સુરતના કીમ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં આરોપી નંબર પ્રવિણસિંગના કહેવાથી આરોપી ચિરાગ ગોંડલીયાએ લાંચના રૂપિયા 3,00,000 સ્વીકારી બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો આચર્યો હતો.
