Gandhinagar News: ગુજરાત સરકાર (Gujarat Government) મહિલાઓને આત્મનિર્ભર બનાવવા લખપતિ દીદી યોજના(Lakhpati Didi Yojana) અને નમો ડ્રોન દીદી યોજના (Namo Drone Didi Yojana)નો ઉદ્દેશ સાથે સતત નવી પહેલો કરી રહી છે. PM મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના નેતૃત્વ હેઠળ રાજ્યમાં મહિલાઓ માટે અમલમાં મુકાયેલી યોજનાઓએ ગામડાથી શહેર સુધી નારી શક્તિને નવી ઓળખ આપી છે. તેમાં ખાસ કરીને લખપતિ દીદી યોજના (Lakhpati Didi Yojana) અને નમો ડ્રોન દીદી યોજના (Namo Drone Didi Yojana) રાજ્યમાં મહિલા સશક્તિકરણના મજબૂત સ્તંભ તરીકે ઉભરી આવી છે.

લખપતિ દીદી યોજના(Lakhpati Didi Yojana): સપનાઓને સાકાર કરતી યોજના
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં શરૂ કરાયેલી લખપતિ દીદી યોજના (Lakhpati Didi Yojana)નો મુખ્ય ઉદ્દેશ 2027 સુધીમાં દેશભરમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે. ગુજરાત સરકારે (Gujarat Government) આ યોજનાને જમીન પર ઉતારવા માટે વ્યાપક આયોજન કર્યું છે. પરિણામે ડિસેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં 5.96 લાખથી વધુ મહિલાઓ લખપતિ દીદી (Lakhpati Didi)બની ચૂકી છે, જેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી વધુ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું છે કે, “PM મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે (Gujarat) નારી શક્તિના સશક્તિકરણ માટે અનેક સફળ આયામો અપનાવ્યા છે. લખપતિ દીદી યોજના (Lakhpati Didi Yojana)ના સફળ અમલીકરણથી રાજ્ય આગામી સમયમાં 10 લાખ મહિલાઓને લખપતિ દીદી બનાવવા તૈયાર છે.”

કચ્છ(Kutch)ની કંકુબેન: હસ્તકલા દ્વારા સફળતાની કહાની
કચ્છ (Kutch) જિલ્લાના ભુજ(Bhuj) તાલુકાના માનકુવા ગામની કંકુબેન ગર્વા આજે રાજ્યની સફળ લખપતિ દીદી (Lakhpati Didi)માં સામેલ છે. પરંપરાગત કચ્છી હસ્તકલા સાથે સંકળાયેલા પરિવારમાંથી આવતી કંકુબેને સરસ મેળામાં ભાગ લઈને પોતાના ઉત્પાદનોને બજારમાં ઓળખ અપાવી. સરકાર તરફથી મળેલા ₹1.5 લાખ કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને ₹4 લાખ ક્રેડિટ લોનના સહયોગથી તેમણે ગામમાં જ દુકાન શરૂ કરી.
આજે તેમના ઉત્પાદનો માત્ર ગુજરાત (Gujarat)માં નહીં પરંતુ રાજ્ય બહાર અને એમેઝોન જેવી ઓનલાઇન સાઇટ્સ પર પણ વેચાય છે. પરિણામે તેમની વાર્ષિક આવક ₹10 લાખથી વધુ પહોંચી છે. કંકુબેન કહે છે કે લાઇવલીહુડ મિશન અને રાજ્ય સરકારના સહયોગ વગર આ સફળતા શક્ય ન હતી.
નમો ડ્રોન દીદી યોજના (Namo Drone Didi Yojana): ટેક્નોલોજીથી મહિલાઓને નવી ઓળખ-
મહિલા સશક્તિકરણની દિશામાં નમો ડ્રોન દીદી યોજના (Namo Drone Didi Yojana) પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વરસાડા ગામની ભાવનાબેન ભરતકુમાર ચૌધરી આજે “ડ્રોન દીદી” તરીકે ઓળખાય છે. બી.એ સુધી અભ્યાસ કરેલ ભાવનાબેન ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી છે.
નમો ડ્રોન દીદી યોજના (Namo Drone Didi Yojana)અંતર્ગત ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવાની તાલીમ મળ્યા બાદ તેઓ આસપાસના ગામોમાં સેવા આપી રહી છે. આ યોજનાથી મહિલાઓને ટેક્નોલોજી સાથે જોડીને આવકના નવા સ્ત્રોતો ઊભા કરવામાં આવ્યા છે. ધોરણ 10 પાસ અને 18થી 60 વર્ષની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
10 લાખથી વધુ સંભવિત લખપતિ દીદી (Lakhpati Didi)ની ઓળખ
રાજ્યના તાલીમબદ્ધ કમ્યુનિટી રિસોર્સ પર્સન દ્વારા અત્યાર સુધી 10.74 લાખ સંભવિત લખપતિ દીદી (Lakhpati Didi)ની ઓળખ કરવામાં આવી છે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા ડિજિટલ આજીવિકા રજીસ્ટર મારફતે મહિલાઓની આવક, ખર્ચ અને સ્ત્રોતોની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ માહિતીના આધારે મહિલાઓને જરૂરી તાલીમ, આર્થિક સહાય અને માર્કેટિંગ સપોર્ટ આપવામાં આવે છે.
તાલીમ અને માર્ગદર્શનથી મજબૂત અમલીકરણ
લખપતિ દીદી યોજના (Lakhpati Didi Yojana)ને સફળ બનાવવા માટે ગુજરાત સરકારે (Gujarat Government) તાલુકા સ્તરે 248 માસ્ટર ટ્રેનર્સની નિમણૂક કરી છે. અત્યાર સુધીમાં 10 હજારથી વધુ કમ્યુનિટી રિસોર્સ પર્સનને તાલીમ આપવામાં આવી છે, જે સ્વસહાય જૂથોની મહિલાઓને વ્યવસાયિક માર્ગદર્શન આપી રહ્યા છે.
