લોકડાઉન/ શ્રીલંકામાં કોરોનાની ત્રીજી લહેરના લીધે સમગ્ર દેશમાં 10 દિવસનું લોકડાઉન

શ્રીલંકામાં ચીફ જનરલ શવેન્દ્ર સિલ્વા કે  જે કોવિડ નિવારણ કેન્દ્રના વડા પણ છે તેમણે કહ્યુ કે શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી 30 ઓગસ્ટ સુધી કર્ફ્યુ

Top Stories
શ્રીલંકામાં

શ્રીલંકામાં શુક્રવારથી 10 દિવસનું લોકડાઉન લાદવામાં આવશે. આ નિર્ણય ત્યાં કોરોનાની ત્રીજી લહેરમાં  વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને ત્યાંના ડોકટરો અને બૌદ્ધ સંપ્રદાયના લોકોએ સરકાર પર દબાણ કરવાનું શરૂ કર્યું હતું  આવી સ્થિતિમાં  શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાભાયા રાજપક્ષાએ સમગ્ર દેશમાં 10 દિવસનું લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના નિવારણ માટેના નેશનલ ઓપરેશન સેન્ટરે કહ્યું કે આ લોકડાઉન શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી શરૂ થશે અને 30 ઓગસ્ટની સવારે 4 વાગ્યા સુધી અમલમાં રહેશે.

શ્રીલંકામાં આર્મી ચીફ જનરલ શવેન્દ્ર સિલ્વા કે  જે કોવિડ નિવારણ કેન્દ્રના વડા પણ છે, તેમણે કહ્યું કે શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી 30 ઓગસ્ટ સુધી  કર્ફ્યુ અમલમાં રહેશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ દેશમાં લોકડાઉન લાદવાની તરફેણમાં ન હતા. તેમણે કહ્યું કે આમ કરવાથી, પહેલાથી જ ખરાબ દેશનું અર્થતંત્રને ભારે નુકશાન થશે.જોકે  બૌદ્ધિક સંપ્રદાય અને તેના સહયોગી લોકોના દબાણ હેઠળ તેમને આ નિર્ણય લેવાની ફરજ પડી હતી.

કોરોનાને કારણે શ્રીલંકામાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ગુરુવારના રોજ  કોરોનાથી રેકોર્ડ 186 લોકોના મોત નિપજયાં હતાં.  દેશમાં 3800 તાજા કોરોના કેસ નોંધાયા છે.એ પણ  એક રેકોર્ડ છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, કોરોના સંક્રમણના  કારણે શ્રીલંકામાં અત્યાર સુધીમાં 6790 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં  373, 165 લોકોને તેનાથી ચેપ લાગ્યો છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે રાજધાની કોલંબો સહિત પશ્ચિમ પ્રાંત આ રોગચાળાથી સૌથી વધુ પ્રભાવિત છે. નોંધપાત્ર રીતે સતત લોકડાઉન લગાવવાના લીધે  દેશમાં પ્રવાસન વ્યવસાયને ઘણી અસર થઈ છે.

નિયુક્તિ / મલેશિયાના નવા વડા પ્રધાન ઇસ્માઇલ સાબરી યાકુબ બન્યા,શનિવારે શપથ લેશે

આશાસ્પદનું નિધન / અફઘાનિસ્તાન રાષ્ટ્રીય ટીમના ફૂટબોલર ઝાકી અનવરીનું નામ ફ્લાઇટમાંથી પડ્યા બાદ મૃત્યુ પામેલા લોકોમાં…

દેશ માટે ખતરો / તાલિબાનો ખાલી ભારતીય દૂતાવાસમાં ઘૂસ્યા, દસ્તાવેજો અને વાહનો લઈ ગયા