Surat/ સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….

સુરતના વેસુ વિસ્તારમાં 19 વર્ષે યુવકનું શંકાસ્પદ રીતે મોત થયું હતું યુવક પોતાના ગામથી પાંચ દિવસ પહેલા જ સુરતમાં ફરવા આવ્યો હતો

Gujarat Surat
YouTube Thumbnail 2023 10 20T153051.176 સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં....

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના વેસુ વિસ્તારમાં 19 વર્ષે યુવકનું શંકાસ્પદ રીતે મોત થયું હતું યુવક પોતાના ગામથી પાંચ દિવસ પહેલા જ સુરતમાં ફરવા આવ્યો હતો યુવક સાંજે સુયા બાદ જાગ્યો ન હતો જેથી તેમને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો

સુરતમાં હાર્ટ એટેકના કિસ્સા સતત ને સતત વધતા જોવા મળી રહ્યા છે ત્યારે ફરી એક વખત સુરતના વેસુ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનું રહસ્યમય રીતે મોત થયું હતું.આ યુવક જાલોદ થી સુરત પાંચ દિવસ પહેલા ફરવા માટે પોતાની બહેનને ત્યાં આવ્યો હતો.ગત સાંજે આ યુવક સૂતો હતો ત્યારબાદ તેના બનેવીએ તેમને જગાડ્યો હતો પરંતુ યુવક જાગ્યો ન હતો તેથી તાત્કાલિક જ તેના બનેવી યુવકને હોસ્પિટલ લઈ ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે યુવકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.

મહત્વનું છે કે આ 19 વર્ષીય યુવક ને કોઈપણ પ્રકારની બીમારી ન હતી જેથી ડોક્ટરે હાર્ટ એટેક ની આશંકા વ્યક્ત કરી છે.આ યુવક પાંચ દિવસ પહેલા જ સુરતમાં આવ્યો હતો અને આસપાસના વિસ્તારોમાં હરી ફરી પરત ઘરે આવ્યો હતો. જોકે ઘરે આવ્યા બાદ કોઈપણ પ્રકારની બીમારી પણ માલૂમ થઈ ન હતી.તેમ છતાં આ યુવકનું મોત થયું હતું. યુવકના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. હાલ સમગ્ર મામલે વેસુ પોલીસે લાશને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં....


આ પણ વાંચો:લો બોલો! લોહીના સંબંધો લજવાણા, મોટા ભાઈ-બહેને નાની બહેનની ચડાવી બલી

આ પણ વાંચો:ભારતમાં પહેલીવાર જન્મના માત્ર ચાર દિવસમાં બાળકનું કરાયું અંગદાન

આ પણ વાંચો:દાહોદમાંથી છોકરી વેચવાનું નેટવર્ક ઝડપાયું, ત્રણ આરોપીની ધરપકડ

આ પણ વાંચો:રોજગારી માંગતા સરપંચ પતિએ માર માર્યો