મુશ્કેલી/ મણીનગરના રેલવે ફાટક પાસે બાલકૃષણ સોસાયટી નજીક પાણીની પાઇપ લીકેજ થતા 20 ફુટ ઉંચો પાણીનો ફુવારો ઉડ્યો,પ્રજાને ભારે હાલાકી

આ વિસ્તારમાં ચોમેર પાણીની સ્થિતિ નિર્માણ પામતા સ્થાનિક અગ્રણીએ સત્વરે તંત્રને જાણ કરી હતી અને તંત્ર વહેલી તકે પાણીના લીકેજના બંધ કરવા સત્વરે કામે લાગી ગયા છે

Top Stories Gujarat
15 4 મણીનગરના રેલવે ફાટક પાસે બાલકૃષણ સોસાયટી નજીક પાણીની પાઇપ લીકેજ થતા 20 ફુટ ઉંચો પાણીનો ફુવારો ઉડ્યો,પ્રજાને ભારે હાલાકી

અમદાવાદના મણિનગર રેલવે ફાટક પાસે ખોખરા પોલીસ સ્ટેનશ  નજીક પીવાના પાણીનો 20 ફુટ ઉંચો ફુવારો ઉડ્યો હતો, જેના લીધે સમગ્ર વિસ્તાર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. પાણીના લીધે ચોમેર કાદવની સ્થિતિ સર્જાઇ હતી.લોકોને અવર જવરમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આની જાણ મહાનગર પાલિકાના કંટ્રોલ રૂમ પર કરી દેવામાં આવી હતી તેથી તંત્ર સત્વરે ઘટનાસ્થળે પહોચ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મણિનગર રેલવે ફાટક પાસે બાલકૃષણ સોસાયટીના ગેટ પાસે  પાણીની લાઇન લીકેજ થતાં 20 ફુટ ઉંચા ફુવારાના નજારા જોવા મળ્યા હતા. એક સપ્તાહ પહેલા જ આ વિસ્તારમાં ગટરના ચેમ્બર અને પાણીની લાઇન પાસે ભુવો પડ્યો હતો જેના સમારકામ માટે લાખોનો ખર્ચે તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો,આ કામ તકલાદી કરવામાં આવ્યો હતો જેના લીધે પાણીની પાઇપમાં લીકેજ સર્જાતા 20 ફુટ ઉંચા પાણીના ફુવારા ઉડ્યા હતા જેના લીધે નાગરિકોને અવરજવરમાં ભારે મુશેક્લીનો સામનો કરવો પડ્યો હતો.

પાણીની પાઇપ લીકેજ થઇ જતા લાખો  લિટર પાણી વેડફાઇ ગયો હતો ,પાણીની મુખ્ય લાઇનમાં જ લીકેજ થતા આ પરિસ્થિતિ સર્જાઇ હતી. આ વિસ્તારમાં ચોમેર પાણીની સ્થિતિ નિર્માણ પામતા સ્થાનિક અગ્રણીએ સત્વરે તંત્રને જાણ કરી હતી અને તંત્ર વહેલી તકે પાણીના લીકેજના બંધ કરવા સત્વરે કામે લાગી ગયા છે. આ વિસ્તારમાં પાણીના લીકેજના લીધે પાણી પુવઠા પર સીધી અસર થઇ છે.