Death Heartattack/ દેવભૂમિ દ્વારકામાં 26 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામમાં રહેતા 26 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.

Top Stories Gujarat Others
Death Heartattack દેવભૂમિ દ્વારકામાં 26 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત

સૌરાષ્ટ્રમાં દિવસે અને દિવસે Death-Heart attack હાર્ટ એટેકના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે માત્ર એક અઠવાડિયામાં ચાર જેટલા યુવાનોએ જીવ ગુમાવ્યો છે. આજે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામમાં રહેતા 26 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના Death-Heart attackધરમપુર ગામમાં 26 વર્ષીય પ્રંશાત કણઝારીયા ફર્નિચરનું કામ કરી રહ્યો હતો. જે દરમિયાન તેને છાતીમાં દુખાવો થયો હતો. પ્રશાંતને છાતીમાં દુખાવો થતો હોવાનું માલુમ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 26 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજતાં પરિવારમાં માતમ છવાયો છે.

નોંધનીય છેકે, સૌરાષ્ટ્રમાં સતત યુવાનોના Death-Heart attackકારણે મૃત્યુનું પ્રમાણ વધતા ક્યાંક ચિંતાની લાગણી જોવા મળી રહી છે. હજી બે દિવસ પહેલા જ એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં બે બાળકોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. આમ સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકના બનાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ બનાવોએ સ્વાભાવિક રીતે રાજ્યના આરોગ્ય નિષ્ણાતોમાં ચિંતા પ્રેરી છે.

આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે હૃદયરોગના Death-Heart attack હુમલાનું કારણ કોરોના થયો હોય અને તેના પછી રક્તવાહિની સાંકડી થઈ ગઈ હોય તેમ માનવામાં આવે છે.  તેના લીધે આવતા હૃદયરોગનો હુમલો કંઈ હૃદયરોગનો હુમલો હોતો નથી, પણ તેને કાર્ડિયાક એરેસ્ટ કહેવાય છે. અહીં તકલીફ એ જ હોય છે કે રક્તવાહિનીઓ સાંકડી હોવાના લીધે લોહીનું પરિભ્રમણ ઝડપથી થતું હોતું નથી. આ સંજોગોમાં જો ખાનપાન યોગ્ય ન હોય તેવા સંજોગોમાં સાંકડી રક્તવાહિનીઓમાં પણ ગઠ્ઠા થવા લાગતા લોહીનો પ્રવાહ અવરોધાય છે. તેના લીધે આવતા હુમલાને હૃદયરોગનો હુમલો કહેવાય છે, પણ વાસ્તવમાં તે કાર્ડિયાક એરેસ્ટ હોય છે.

 

આ પણ વાંચોઃ Manipur Attack/ મણિપુરમાં સુરક્ષા દળોના કેમ્પ પર જ ભીડનો હુમલોઃ ગોળીબારમાં એકનું મોત

આ પણ વાંચોઃ Pawar Vs Pawar/ નંબર ગેમમાં અજીત જીત તરફઃ અજિતને ત્યાં 30 અને શરદ પવારને ત્યાં 13 વિધાનસભ્યો હાજર

આ પણ વાંચોઃ PM Kishan Yojana/  PM કિસાન યોજનામાં સરકારે કર્યો મોટો ફેરફાર, કરોડો ખેડૂતોને થશે સીધી અસર

આ પણ વાંચોઃ Gadkari-Petrol/ ગડકરીનો ચોંકાવનારો દાવોઃ દેશમાં પેટ્રોલ 15 રૂપિયા પ્રતિ લિટરે મળશે

આ પણ વાંચોઃ Baba Dhirendra Shastri/ દિલ્લી આવી રહ્યા છે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી,  ટ્રાફિક પોલીસે કથા પહેલા કરી એડવાઈઝરી જારી, જાણો સંપૂર્ણ રૂટ