અકસ્માત/ ગાંધીનગરમાં પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઇક સવારના કચડી નાખ્યા પગ

ગાંધીનગરના વીડિયોકોન સર્કલ સેક્ટર 25 પાસે અકસ્માત સર્જાયો છે. જે રીતે અકસ્માતના ફોટો સામે આવ્યા છે એ જોઇને લાગી રહ્યું છે કે આ ખુબ જ ભંયકર અકસ્માત છે.

Top Stories Gujarat Others
અકસ્માત

ગુજરાતમાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. એક પછી એક સામે આવતી અકસ્માતની ઘટનાઓમાં અનેક માસૂમ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. વાહન ચાલકોની બેદરકારીનો અનેક લોકો ભોગ વાણી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગાંધીનગરના વીડિયોકોન સર્કલ સેક્ટર 25 પાસે અકસ્માત સર્જાયો છે. જે રીતે અકસ્માતના ફોટો સામે આવ્યા છે એ જોઇને લાગી રહ્યું છે કે આ ખુબ જ ભંયકર અકસ્માત છે.

આ ઘટનાને લઈને સામે આવી રહેલી માહિતી અનુસાર, ગાંધીનગરના વીડિયોકોન સર્કલ સેક્ટર 25 પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બાઇક સવારના પગમાં ગંભીર કચડાઈ ગયા છે. પ્રાથમિક વિગતો અનુસાર બાઇક સવાર હોમ ગાર્ડ જવાન હોવાનું કહેવાઈ રહ્યું છે.ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા છે.

મહત્વનું છે કે, આ પહેલા અરવલ્લીમાં માલપુરના કૃષ્ણાપુર પાસે એક ઇનાવો ચાલકે પોતાની કારને ઓવરસ્પીડ ચલાવી હતી જેના લીધે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા પદયાત્રીઓને ટક્કર મારી હતી જેમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હદતા અને 7 લોકોની હાલત અતિ ગંભીર છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બે કિલોમીટરમાં કરૂણ બૂમો સંભળાતી હતી,આજુબાજુના લોકો સત્વરે મદદે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી,પોલીસ કાફલા સાથે ઘટનાસ્થલે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી, અને ઇજાગ્રસ્તોને નજીકના માલપુર સીએચસી સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા ,આ પદયાત્રીઓ પંચમહાલના કાવોવોના અલાલી ગામના વતની છે.

આ પણ વાંચો:પદયાત્રીકો અસલામત, ગુજરાતમાં પદયાત્રિકોને કચડી નાંખવાની 3 મોટી ઘટના,હિટ એન્ડ રનમાં ગુજરાત બીજા સ્થાને

આ પણ વાંચો:બે પગ વાળા આખલા, ગૌચરો ચરી ગયા છે, તેને ખુલ્લા પાડો : વેદના રેલીમાં માલધારી સમાજનો આક્ષેપ

આ પણ વાંચો:PM મોદીએ સૌથી મોટુ જહાજ INS વિક્રાંત નૌસેનાને સોપ્યું