Banaskantha News: બનાસકાંઠાના અકસ્માતમાં બાઇક ચાલક (Biker) નું મોત થયું છે. ડીસા (Deesa) ના કાંટ ગામે અકસ્માતમાં યુવકનું મોત થયું છે. ટ્રક સાથે અથડાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
બાઇક ચાલક પહેલા રસ્તે જતાં પશુને અથડાયો હતો. તેના પછી તેની બાઇક સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસ મથકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. આમ રોડ પર રખડતા પશુ યુવાનના મોતનું કારણ બન્યા છે. તંત્ર રખડતા પશુ સામે કાર્યવાહી નહી કરે તો આ જ પ્રકારના મોત ભવિષ્યમાં પણ જોવા મળશે.
અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓ દ્વારા તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાઅકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી જીવ બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ પણ યુવકને મદદના કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો.
દુર્ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલા યુવકને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ટ્રક ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: બનાસકાંઠાના ડીસાના ગલાલપુરમાં પાટિયા પાસે અકસ્માત, બાઇક ચાલકનું મોત
આ પણ વાંચો: બનાસકાંઠામાં નવરાત્રીમાંથી પરત આવતા યુવકોની કારને અકસ્માત, ત્રણના મોત
આ પણ વાંચો: બનાસકાંઠામાં અંબાજી નજીક અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત
