Bihar/ બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ તૂટયો,1700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો

બિહારના ભાગલપુરમાં રવિવારે એક નિર્માણાધીન પુલ ધરાશાયી થયો હતો. આ અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી

Top Stories India
1 બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ તૂટયો,1700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો

બિહારના ભાગલપુરમાં રવિવારે એક નિર્માણાધીન પુલ ધરાશાયી થયો હતો. આ અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી, પરંતુ પુલ ધરાશાયી થવાના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ખાગરિયા-અગુવાણી-સુલતાનગંજ વચ્ચે બની રહેલા પુલના તુટી જવાનો વીડિયો સામે આવ્યો છે. થોડી જ વારમાં આખો પુલ ગંગા નદીમાં ડૂબી ગયો. નવાઈની વાત એ છે કે બે વર્ષ પહેલા પણ આ પુલનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. 4 વર્ષ પહેલા સીએમ નીતિશ કુમારે આ પુલનો શિલાન્યાસ કર્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રિજ 1717 કરોડના ખર્ચે બની રહ્યો હતો. એપ્રિલમાં આવેલા તોફાનના કારણે આ નિર્માણાધીન પુલનો કેટલોક ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો. ખાગરિયા-અગુવાની-સુલતાનગંજ વચ્ચે ગંગા નદી પર બનાવવામાં આવી રહેલા મહાસેતુનો મધ્ય ભાગ તૂટી પડ્યો હતો. પુલનો ઉપરનો ભાગ નદીમાં ડૂબી ગયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે નિર્માણાધીન બ્રિજનું સુપર સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું છે. જો કે પુલ તૂટી પડવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજના ત્રણ પિલરની ઉપર બનેલ સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું. ભાગલપુરના સુલતાનગંજમાં બની રહેલો આ પુલ ખગરિયા અને ભાગલપુરને જોડશે.નિર્માણાધીન પુલ તૂટી પડવા પર વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હાએ કહ્યું કે બિહાર સરકારના ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સનું વધુ એક નવું સ્વરૂપ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે 2014માં 600-700 કરોડના ખર્ચે બનેલો બ્રિજ લગભગ 1600 કરોડના ખર્ચે પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે કમિશનના મામલામાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૈસા વસૂલવામાં આવી રહ્યા છે. આ અંગે ન્યાયિક તપાસ થવી જોઈએ. બિહારના લોકો આને ક્યારેય માફ નહીં કરે.