Not Set/ ભીનાર રોડ પર કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત, ત્રણ લોકોના મોત

સુરતના અનાવલ ભીનાર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમવતા કાર વૃક્ષ સાથે અથડાઈ હતી.

Gujarat Surat
ભીનાર રોડ
  • સુરતના અનાવલ ભીનાર રોડ પર અકસ્માત
  • કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત
  • કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ
  • કારમાં સવાર 5 પૈકી 3 લોકોના મોત
  • બે લોકોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

રાજ્યમાં અકસ્માતની ભરમાર સર્જાઈ છે. રોજે-રોજ રોડ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. વાહન ચાલકની એક નજીવી ભૂલને પગલે લોકોના કમોતે મોત થઈ રહ્યા છે. ત્યારે આવી જ રોડ અકસ્માતની ઘટના સુરતના અનાવલ ભીનાર રોડની સામે આવી છે. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમવતા કાર વૃક્ષ સાથે અથડાઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. આ મામલે પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :રાજ્યમાં સિનિયર તબીબોની હડતાળ રહેશે મોકૂફ, સરકારની સમજાવટ બાદ લેવાયો નિર્ણય

આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના અનાવલ ભીનાર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમવતા કાર વૃક્ષ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર 5 લોકો પૈકી 3 લોકોના મોત નિપજ્યા હતા. અન્ય બે ઈજાગ્રસ્ત લોકોને સારાવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  તો ઘટનાના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આપને જણાવી દઈએ કે આજે સોમવારે જ બનાસકાંઠા જિલ્લાના ભીલડી રોડ પર ખેટવા નજીક આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. કાર નંબર GJ 12 DG 8906ની બ્રિઝા ગાડી  હાઈવે પર પુરપાટ ઝડપે આવી રહી તે દરમિયાન છકડા સાથે અગમ્ય કારણોસર જોરદાર ટક્કર થઈ હતી. જેમાં રિક્ષામાં હાઇવે પર ફંગોળાઈ ઢસડાઈ ગઈ હતી. અકસ્માત વખતે છકડામાં ડ્રાઈવર સાથે કુલ 15 લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજયાં હતા જ્યારે 13 લોકોમાંથી મોટાભાગનાને નાની મોટી ઈજાઓ થઈ હતી.

આ પણ વાંચો :ખાનગી સ્કૂલોના શિક્ષકોના હાલ- બેહાલ, લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈ ત્રાહિમામ

ઘટનની જાણ થતા સ્થાનિકોના ટોળેટોળા વળ્યા હતા. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કઈ રીતે સર્જાયો તેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મૃતક બંનેને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસને અસ્કમાતના બનાવની જાણ કરવામાં આવી હતી. ઘટનાની તપાસ આરંભી દેવાઈ છે. હાલ તો મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચો :રાજકોટમાં 10 વર્ષની બાળકીએ કર્યો આપઘાત, જાણો શું છે કારણ

આ પણ વાંચો :સરખેજમાં જાનૈયાઓ DJના તાલે ઝૂમતા હતા અને અચાનક આખલાએ કર્યો હુમલો, જુઓ વીડિયો

આ પણ વાંચો :નિર્ણયનગરમાં અસામાજિક તત્વોનો આતંક, 40 થી વધુ કારના તોડ્યા કાચ