Not Set/ T-Series ના માલિક ભૂષણ કુમાર વિરૂદ્ધ બળાત્કારનો કેસ નોંધાયો

ભૂષણ કુમાર પર 30 વર્ષીય મહિલાને ટી-સિરીઝના પ્રોજેક્ટમાં કામ કરવાની લાલચ આપી બળાત્કાર ગુજારવાનો આરોપ છે.

Entertainment
IMG 20210716 182531 T-Series ના માલિક ભૂષણ કુમાર વિરૂદ્ધ બળાત્કારનો કેસ નોંધાયો

ટી-સીરીઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર વિરુદ્ધ મુંબઈના ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. ભૂષણ કુમાર પર 30 વર્ષીય મહિલાને ટી-સિરીઝના પ્રોજેક્ટમાં કામ કરવાની લાલચ આપી બળાત્કાર ગુજારવાનો તેમના પર  આરોપ છે.  મુંબઈની ડી.એન.નગર પોલીસે ભૂષણ કુમાર વિરુદ્ધ આઈપીસીની કલમ  376, 420, 5૦6 હેઠળ ગુનો નોંધ્યો છે. પીડિત યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે 3 વર્ષથી ભૂષણકુમારે પ્રોજેક્ટમાં કામ મેળવવાના નામે મને જુદી જુદી જગ્યાએ લઈ જઈ મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિત યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે ટી-સિરીઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર તેને ધમકાવતા હતા. યુ. પોલીસે કેસ નોંધ્યો છે અને તેની તપાસ કરી રહી છે, ટૂંક સમયમાં ભૂષણ કુમારનું નિવેદન નોંધશે. ભૂષણ કુમાર આ સમયે મુંબઈમાં હાજર નથી. આપને જણાવી દઈએ કે ટી-સિરીઝ મ્યુઝિક અને ફિલ્મ પ્રોડક્શન કંપનીના માલિક ભૂષણ કુમાર ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે.

ભૂષણ કુમારનો જન્મ 27 નવેમ્બર, 1977 માં દિલ્હીમાં થયો હતો. ભૂષણ કુમારે વર્ષ 2005 માં અભિનેત્રી દિવ્યા ખોસલા સાથે લગ્ન કર્યા. બંનેને એક પુત્ર પણ છે. ભૂષણ કુમાર અને દિવ્યાની લવ સ્ટોરી વર્ષ 2004 માં શરૂ થઈ હતી. દિવ્યા તેની બોલીવુડની પહેલી ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીસ’માં કામ કરી રહી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને બોબી દેઓલ જેવા સ્ટાર્સ પણ હતા. દિવ્યા ફિલ્મના શૂટિંગ દરમિયાન ભૂષણ કુમારને મળી હતી.