Halvad/ માતા-પિતાને ચેતવા જેવો કિસ્સો, હળવદમાં ગરમ પાણીમાં પડી જતા બે વર્ષના બાળકનું મોત

હળવદના સાપકડા ગામે રહેતા મહેશભાઈ ભોપાભાઈનો બે વર્ષનો બાળક ધૃવ રમતા રમતા ચુલા ઉપર ગરમ પાણી થતું હતું તેમા પડી ગયો હતો.

Gujarat Others
Mantavyanews 58 માતા-પિતાને ચેતવા જેવો કિસ્સો, હળવદમાં ગરમ પાણીમાં પડી જતા બે વર્ષના બાળકનું મોત

@બલદેવ ભરવાડ 

હળવદમાં માતા-પિતાને ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે માતા-પિતા પોતાના બાળકને રેઢા મૂકી પોતાના કામમાં વળગી જાય છે. તેવા માતા-પિતાને ચેતવણી આપતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બાળક રમતા-રમતા ગરમ પાણીમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, હળવદના સાપકડા ગામે રહેતા મહેશભાઈ ભોપાભાઈનો બે વર્ષનો બાળક ધૃવ રમતા રમતા ચુલા ઉપર ગરમ પાણી થતું હતું તેમા પડી ગયો હતો. જેની જાણ થતા તેના પરિવારજનો દ્વારા બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં તેની હાલત નાજુક જણાતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. જ્યાં તેનું બે દિવસની ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ત્યારે બાળકના મોતને લઈને સમગ્ર પરીવાર શોકમગ્ન થયું હતું.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર