Chemical Safety Seminar/ એથર કંપનીના પ્લાન્ટમાં બ્લાસ્ટની અસર કેમિકલ સેફ્ટી સેમિનાર પર પણ વર્તાઈ

ધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે શુક્રવારે આરોગ્ય અને પર્યાવરણ માટે કેમિકલ સેફ્ટી એન્ડ સિક્યોરિટી પર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. તાજેતરમાં એથર કંપનીના કેમિકલ પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટમાં આઠના મોત થયા તેના ઓછાયાની અસર આ સમારંભ પર પણ વર્તાઈ હતી.

Gandhinagar Gujarat
Chemical Seminar એથર કંપનીના પ્લાન્ટમાં બ્લાસ્ટની અસર કેમિકલ સેફ્ટી સેમિનાર પર પણ વર્તાઈ

ગાંધીનગરઃ ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે શુક્રવારે આરોગ્ય અને પર્યાવરણ માટે કેમિકલ સેફ્ટી એન્ડ સિક્યોરિટી પર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. તાજેતરમાં એથર કંપનીના કેમિકલ પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટમાં આઠના મોત થયા તેના ઓછાયાની અસર આ સમારંભ પર પણ વર્તાઈ હતી.

તેના પગલે રાસાયણિક સલામતી અને રાસાયણિક સુરક્ષા જેવા મુદ્દાઓ પ્રારંભિક ચર્ચાનો ભાગ હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. NFSU ના વાઇસ ચાન્સેલર ડૉ જે એમ વ્યાસે જણાવ્યું હતું કે ટૂથપેસ્ટથી લઈને દવા સુધી અનેક રસાયણોનો ઉપયોગ થાય છે, તેની જોખમી અસરોને ઓછી કરવા માટે દરેક હાનિકારક રસાયણો સામે મારણ વિકસાવવી જોઈએ.

કેમિકલ કંપનીઓમાં થતાં અકસ્માતો અંગે તેમણે જણાવ્યું હતું કે દરેક કેમિકલ કંપનીએ સલામતીને સૌપ્રથમ પ્રાધાન્ય આપવું જોઈએ. કેમિકલના જોખમોથી સ્ટાફને માહિતગાર રાખવા જોઈએ. તેની સાથે હંમેશા સ્ટાફને ટ્રેઇન્ડ રાખવો જોઈએ અને સતત અપગ્રેડ કરતાં રહેવો જોઈએ.

નેશનલ ઓથોરિટી કેમિકલ વેપન્સ કન્વેન્શન (NACWC) ના ભૂતપૂર્વ અધ્યક્ષ નીલકમલ દરબારીએ જણાવ્યું હતું કે રસાયણોના દુરુપયોગને રોકવા માટે નીતિઓ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે કેમિકલનો ઉપયોગ હવે તો નશા સુધી પહોંચ્યો છે. તેથી આ બાબત અટકાવવી જોઈએ. ઉદ્યોગની કંપનીઓએ પણ તેમના કેમિકલનો દૂરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત કેમિકલની જાળવણી પણ યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ, જેથી ઔદ્યોગિક અકસ્માત ન થાય.

રાજ્યમાં એક પછી એક થતાં ઔદ્યોગિક અકસ્માતો મહદ અંશે કેમિકલની યોગ્ય જાળવણીના અભાવ અને યોગ્ય મિશ્રણના અભાવના કારણે થાય છે. આ સંજોગોમાં આ પ્રકારના અકસ્માતો ટાળવા માટે સ્ટાફ તાલીમ પામેલો રાખે અથવા તેને પૂરતી તાલીમ રાખે. બીજું કેમિકલની જાળવણી યોગ્ય રીતે થાય.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ