Viral Video/ ઉકળતા પાણીમાં બેસી ગયો એક બાળક, વાયરલ વિડીયો જોઇને તમે પણ મુકાઈ જશો અચરજમાં

એક બાળક ઉકળતા પાણીથી ભરેલા તપેલામાં હાથ જોડીને ધ્યાન કરી રહ્યું છે અને તપેલાનો જ્યારે બાકીનો હિસ્સો ફૂલથી ઢંકાયેલો જોવા મળી રહ્યો છે…

Videos
બાળક

આજનો યુગ એ સોશિયલ મીડિયાનો યુગ કહેવાય છે અને સોશિયલ મીડિયાના આ યુગમાં અનેક વિડીયો વાયરલ થતા હોય છે, તે જોઇને તમે અમુક વાર મજા માનતા હશો, પરંતુ કેટલાક વિડીયો એવા પણ હશે તે જોઇને તમે અચરજમાં પડી જશો અને તમે વિડીયો જોઇને તમે હચમચી જશો.આપના રોજીંદા જીવનમાં ક્યારેય પણ કોઈ ગરમ વસ્તુ શરીરના ભાગે અડે છે ત્યારે જીવ તાળવે ચોંટી જાય છે આ જ પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તે જોઇને લોકો પણ ડરી ગયા છે.હકીકતમાં સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, એક બાળક ઉકળતા પાણીથી ભરેલા તપેલામાં હાથ જોડીને ધ્યાન કરી રહ્યું છે અને તપેલાનો જ્યારે બાકીનો હિસ્સો ફૂલથી ઢંકાયેલો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :વિદ્યાર્થીએ ક્લાસમાં લાગેલા CCTV કેમેરાનો બદલી કાઢ્યો એન્ગલ, પછી જે થયું ..

આ પણ વાંચો :દીકરીએ પિતાને કહ્યું – મારી મમ્મી સારી નથી, એટલે મને સાવકી મમ્મી લાવી આપો

બીજી બાજુ ઉકળતા પાણીમાં બાળક બેઠો છે, ત્યાં આસપાસ લોકોની ભીડ છે અને બાળકની પાછળની બાજુએ એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે, જેના પર ભક્ત પ્રહલાદ લખેલું છે.

જો કે આ વિડીયો દેશના કયા ભાગનો છે અને આ વિડીયો કયા વ્યક્તિનો છે, તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ આ વીડિયોને સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ વીડિયોને ટ્વિટર પર @SandeepBisht નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. સાથે સાથે તેઓએ વીડિયોની કેપ્શનમાં લખ્યું કે– આ 2021 નું ભારત છે.

આ પણ વાંચો :આખલા સાથે પંગો લેવો યુવકને પડ્યો ભારે, એવા કર્યા હાલ કે….જુઓ

આ પણ વાંચો :એરપોર્ટ પર બિકીની પહેરીને ફ્લાઇટમાં જવા માટે પહોંચી યુવતી, જોઇને લોકો થયા સ્તબ્ધ