LoP Rahul Gandhi/ હિંદુંઓને હિંસક કહેવા પર રાહુલ ગાંધીના નિવેદન પર અમદાવાદના રાજીવ ગાંધી ભવન પર થયો હંગામો

વિપક્ષ નેતા અને સાંસદ રાહુલ ગાંધીના હિંદુંઓ હિંસા કરે છેના નિવેદન પર સંસદમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતશાહે તેમની ટિકા કરી.

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2024 07 02T113411.544 હિંદુંઓને હિંસક કહેવા પર રાહુલ ગાંધીના નિવેદન પર અમદાવાદના રાજીવ ગાંધી ભવન પર થયો હંગામો

Ahmedabad News : વિપક્ષ નેતા અને સાંસદ રાહુલ ગાંધીના હિંદુંઓ હિંસા કરે છેના નિવેદન પર સંસદમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતશાહે તેમની ટિકા કરી. આ નિવેદનના પડઘા રાતે સંસદની બહાર પણ જોવા મળ્યા. રાહુલ ગાંધીએ NEET મુદ્દે સરકાર પાસે જવાબ માંગવા ઉપરાંત લોકસભામાં તેમના સંબોધનમાં ભાજપ, આરએસએસ, પીએમ મોદી પર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ ભગવાન શિવની તસવીર બતાવવા સાથે હિંદુઓને લઈને ટિપ્પણી કરવા મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ હંગામો મચાવ્યો.

રાહુલ ગાંધીનું સંબોધન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 1 જુલાઈએ તેમના સંબોધનમાં હિન્દુત્વ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, NEET, અયોધ્યા, ભાજપ અને RSS જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. હિંદુ ધર્મને લઈને કેટલીક વાતો કરી હતી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ડરો મત અને ડરાવો મત. રાહુલ ગાંધી સંસદમાં ભગવાન શિવની તસવીર લઈ હિંદુઓને લઈને ઉલ્લેખ કર્યો કે હિન્દુઓ હુમલાખોર નથી હોતા. કાયર હોય તે જ હિંસા કરતા હોય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે BJP અને RSS હિન્દુત્વના ઠેકેદાર નથી. નરેન્દ્ર મોદીજી સમગ્ર હિન્દુ સમાજ નથી. જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા કરે છે.

કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા

રાહુલ ગાંધીના “જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા કરે છે” આ નિવેદન પર અમદાવાદમાં મોડી રાત્રે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરષિદના કાર્યકરોએ રાજીવ ગાંધી ભવન પર હંગામો મચાવ્યો. કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં ગેટ કૂદી રાહુલગાંધીના પોસ્ટર અને બેનર હટાવ્યા. આ મામલાની પોલીસને જાણ થતાં તાત્કાલિક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમે આ મામલે કાયદેસર કાર્યવાહી કરીશું. અમે ડરતા નથી કેમકે અમે સત્યની સાથે છીએ. રાહુલ ગાંધીએ આપેલ નિવેદન સત્ય છે કે જે લોકો નકલી હિંદુત્વની વાતો કરે છે અને તેઓ ડરે છે અને હિંસા આચરતા હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત