હિંસા/ ઉત્તરાખંડના હલ્દવાની હિંસા કેસમાં પાંચ હજાર લોકો સામે નોંધાઇ ફરિયાદ

ઉત્તરાખંડના હલ્દવાનીના વનભૂલપુરામાં અતિક્રમણ વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન હંગામો અને અશાંતિ સર્જનારા હજારો લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી

Top Stories India
1 2 ઉત્તરાખંડના હલ્દવાની હિંસા કેસમાં પાંચ હજાર લોકો સામે નોંધાઇ ફરિયાદ

ઉત્તરાખંડના હલ્દવાનીના વનભૂલપુરામાં અતિક્રમણ વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન હંગામો અને અશાંતિ સર્જનારા હજારો લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને તેમની ધરપકડ કરવાનું શરૂ કર્યું છે. પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોને કસ્ટડીમાં લીધા છે. સેંકડો બદમાશોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત વનભૂલપુરામાં બંદોબસ્ત વધારીને કડકાઈ કરવામાં આવી છે. વધારાના દળોને પણ બોલાવવામાં આવ્યા છે. વનભૂલપુરામાં ગુરૂવારે મલિકના બગીચામાં નઝુલ જમીન પર બનેલ મદરેસા અને ધાર્મિક સ્થળને તોડી પાડવા દરમિયાન ભારે હોબાળો થયો હતો. પથ્થરમારો સાથે, બદમાશોએ પેટ્રોલ બોમ્બ અને કાચની બોટલોથી સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આ પછી વનભૂલપુરા પોલીસ સ્ટેશનને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. વનભૂલપુરામાં તૈનાત હજારો દળો કોઈક રીતે પોતાનો જીવ બચાવીને બહાર આવ્યા હતા. આ હિંસામાં  300 લોકો ઘાયલ પણ થયા છે. કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનારા અને શહેરમાં આગચંપી અને તોડફોડ કરનારાઓ સામે વનભૂલપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા છે.

જેમાં વનભૂલપુરા પોલીસ દ્વારા એક, મહાનગરપાલિકા દ્વારા બીજો અને મુખાણી પોલીસે ત્રીજો કેસ દાખલ કર્યો છે. એસએસપી પ્રહલાદ નારાયણ મીણાએ જણાવ્યું કે ત્રણ કેસમાં 19 લોકોના નામ સામે આવ્યા છે. સાથે જ લગભગ 5000 અજાણ્યા લોકોને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ પર રમખાણ, તોડફોડ, હત્યાનો પ્રયાસ, સરકારી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા અને સરકારી કામમાં અવરોધ સહિત અન્ય ઘણી કલમો લગાવવામાં આવી છે. આ સાથે પોલીસે ચાર લોકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.