Russia Ukraine Crisis/ યુક્રેનની રાજધાની કિવમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. યુક્રેનમાં સ્થિતિ વણસી રહી છે, ત્યારે યુક્રેનની રાજધાની કિવમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે

Top Stories World
1 35 યુક્રેનની રાજધાની કિવમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. યુક્રેનમાં સ્થિતિ વણસી રહી છે.  ત્યારે યુક્રેનની રાજધાની કિવમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. કિવના મેયરે આની જાહેરાત કરી છે.

આજે ગુરુવારે રશિયા-યુક્રેન સરહદ પરની ઘટનાઓ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. રશિયાએ યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. હવે યુક્રેન અને રશિયા દ્વારા અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. રશિયાનું કહેવું છે કે તે માત્ર યુક્રેનમાં લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. સાથે જ યુક્રેનનો દાવો છે કે સામાન્ય લોકો પણ માર્યા ગયા છે. આ બધાની અસર યુક્રેનની રાજધાની કિવમાં થઇ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રશિયા યુક્રેનની રાજધાનીને કબજે કરવા માંગે છે અને સતત તેમાં જવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. યુક્રેનની સ્થિતી વણસી રહી છે એ વાત હવે વિશ્વ જાહેર બની ગઇ છે ત્યારે કિવના મેયરે ત્યાં કફર્યુ લાદી લીધો છે.