નકલી ચલણી નોટો/ ભાવનગરમાંથી નકલી ચલણી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયું

ભાવનગર એસઓજીની ટીમે ચોક્કસ બાતમીને આધારે શહેરના ભરતનગર વિસ્તારમાં રેડ પડી હતી. જેમાં નકલી નોટો બનાવવાના સાધનો કલર પ્રિન્ટર  સ્કેનર વગેરે સાથે આશરે 1.40 કરોડની નકલી નોટો કબજે કરી હતી. 

Top Stories Gujarat Others
Untitled 29 21 ભાવનગરમાંથી નકલી ચલણી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયું
  • નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું
  • SOGની ટીમે નકલી નોટ છાપવાનું કૌભાંડ ઝડપી પાડયું
  • ભરતનગર વિસ્તારમાંથી નકલી નોટનું કારખાનું ઝડપાયું
  • 1.40 કરોડની નકલી ચલણી નોટ કબ્જે કરવામાં આવી
  • એસઓજીને ટીમે પાંચ લોકોને પકડી પાડયા
  • મોટામાથાઓની સંડોવણી હોવાની આશંકા

ભાવનગરમાં નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું હતું. ભરતનગર વિસ્તારમાંથી નકલી નોટનું કારખાનું SOGની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યુ હતું. SOGએ 1.40 કરોડની નકલી ચલણી નોટ સાથે પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર મામલે હજી મોટામાથાઓની સંડોવણી હોવાની આશંકા SOG દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

ભાવનગર એસઓજીની ટીમે ચોક્કસ બાતમીને આધારે શહેરના ભરતનગર વિસ્તારમાં રેડ પડી હતી. જેમાં નકલી નોટો બનાવવાના સાધનો કલર પ્રિન્ટર  સ્કેનર વગેરે સાથે આશરે 1.40 કરોડની નકલી નોટો કબજે કરી હતી. અને પાંચ લોકોને ઝડપી પડ્યા છે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ત્રનવર્ષ અગાઉ પણ ભાવનગર એસ.ઓ.જી.ટીમે શહેરના બોર તળાવ વિસ્તારમાં કુમુદવાડી વિસ્તારમાં આવેલી એક સોપારીની દુકાનમાં રેડ કરી રૂપીયા 100, 200, 500 અને 2000 ના દરની ડુપ્લીકેટ નોટો અને કલર પ્રીન્ટર તેમજ સ્કેનર વગેરે સાધનો  ઝડપી પાડયા હતા.