સુરેન્દ્રનગર/ મુળી ના દુધઈ ગામે વડવાળા મંદિર ખાતે નર્મદા નાં નીર મામલે ખેડૂત સભા યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં થી નર્મદા સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચાડી શકાય છે પરંતુ ઘર આંગણે ખેડૂતો તરસ્યા નો ઘાટ સર્જાયો છે

Gujarat
Untitled 46 6 મુળી ના દુધઈ ગામે વડવાળા મંદિર ખાતે નર્મદા નાં નીર મામલે ખેડૂત સભા યોજાઈ

મુળી તાલુકાનાં દુધઈ ગામે વડવાળા મંદિર ખાતે આજે ત્રણ તાલુકાનાં એકવીસ ગામોના ખેડૂત આગેવાનો ની એક મીટીંગ સભા યોજાઈ હતી. જેમાં નર્મદા નાં નીર થી વંચિત ગામડાઓ ને તાત્કાલિક નર્મદા નાં નીર મળે તે હેતુથી આગામી સમયમાં લડત આપવા ની તૈયારી શરૂ કરવામાં આવી છે ત્યારે તમામ ગામો નાં સરપંચ અને તાલુકા પંચાયત સદસ્યો ખેડૂત આગેવાનો કોઈ પણ રાજકીય બેનર નહીં ફક્ત ખેડૂત બની હાજર રહ્યા હતા.

આ પણ  વાંચો:Tellywood / ‘ડિયર ફાધર’ ફિલ્મનુ ટ્રેલર થયું રીલીઝ, પરેશ રાવલ 40 વર્ષ બાદ ઢોલિવૂડમાં કરશે ધમાકો

જેમાં દુધઈ વડવાળા મંદિર મહંત રામબાપુ , રાજુભાઈ કરપડા, સહદેવ સિંહ પરમાર, બુટાભાઈ રબારી, રામભાઈ કરપડા, સહિત સરપંચોએ પોતાનાં વિચારો રજુ કર્યા હતા અને આગામી સમયમાં એક નિષ્પક્ષ સંગઠન બનાવી એક જ નેજા હેઠળ લડત ની શરૂઆત થશે તે માટે પહેલા સરકાર માં મુખ્ય મંત્રી ને એક ખેડૂત પ્રતિનિધિ મંડળ રૂબરૂ મુલાકાત કરશે અને રજુઆત કરવામાં આવશે ખેડૂતો ને હાલ બોર થકી પીયત કરવું પડે છે જે હવે આઠસો ફુટ નીચે થી મોટર દ્વારા પીયત કરે છે જે પાણી એકદમ દુષિત હોય જે બે હજાર ટીડીએસ વાળું પાણી જમીનને ખતરા રૂપ છે.

આ પણ  વાંચો:IPL 2022 Auction / આ કારણે IPL ઓક્શનમાં સામેલ નહીં થાય પ્રીતિ ઝિંટા, કારણ આપ્યું તો એક યુઝરે પૂછ્યો વિચિત્ર સવાલ

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં થી નર્મદા સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચાડી શકાય છે પરંતુ ઘર આંગણે ખેડૂતો તરસ્યા નો ઘાટ સર્જાયો છે ત્યારે ખેડૂતો ની હવે સહનશીલતા નો પણ અંત આવેલ છે અને નાં છુટકે આંદોલન કાર્યક્રમ કરી સરકાર સામે મોરચો માંડયો છે અને ખેડૂતો એ હુંકાર કર્યો હતો કે અમો નર્મદા નાં નીર લ‌ઈ ને જ જંપીશું માટે આગામી સમયમાં બહું મોટું સંમેલન યોજી શક્તિ પ્રદર્શન ખેડૂતો કરી વિવિધ દેખાવો યોજી લડત આપવાનો મુડ બનાવી લીધો છે.